Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૬. કૃ]
આલંબન વિષ્ણુ જેમ પડે,
- ૩૯
તેજ તે
ન વાપરવી; અને બીજા જિનમદિરમાં પણ પાતે ભગવાન ઉપર ન ચઢાવવી. પરંતુ ખરી વાત કહીને તે પૂજક લેાકેાના હાથથી ચઢાવે. જિનમદિરે પૂજકના ચેગ ન હોય તા સ॰લાકને તે વસ્તુનું સ્વરૂપ પ્રકટ કહીને વસ્તુ ભગવાન ઉપર ચઢાવે. એમ ન કરે તે, ગાંઠનુ ન ખરચતાં ફાગઢ લોકો પાસેથી પેાતાની પ્રશ'સાકરાવ્યાના દોષ લાગે છે. ઘરદેરાસરની નૈવેદ્ય આદિ વસ્તુ ગેાઢી-માળીને આપવી, પણ તે તેના માસિક પગારની રકમમાં ન ગણવી. જો પ્રથમથી માસિક પગારને બદલે નૈવેદ્ય આદિ આપવાના ઠરાવ કર્યો હોય તે કાંઈ દોષ નથી. મુખ્ય માગે પગાર જુદો જ આપવા. ઘરદેરાસરમાં ભગવાન આગળ ધરેલા ચેાખા, નૈવેદ્ય આદિ વસ્તુ હેાટા જિનમદિરે મૂકવી. નહી' તે “ ઘરદેરાસરની વસ્તુથી ઘર-દેરાસરની પૂજા કરી, પણ ગાંઠના દ્રવ્યથી ન કરી ” એમ થાય અને અનાદર, અવજ્ઞા આદિ દોષો પણ લાગે, એમ થવુ ાગ્ય નથી. પેાતાના શરીર, કુટુંબ માટે ગૃહસ્થ ઘણા દ્રવ્યવ્યય કરે છે. તેમ જિનમ'દિરે જિનપૂજા પણ શક્તિ પ્રમાણે પેાતાના દ્રવ્યથી જ કરવી. પણ પેાતાના ઘરદેરાસરમાં ભગવાન આગળ ધરેલા નૈવેદ્ય આદિ વસ્તુ વેચીને નિપજેલા દ્રવ્યથી અથવા દેવદ્રવ્ય સંખ'ધી ફૂલ આદિ વસ્તુથી ન કરવી. કારણ કે તેમ કરવાથી ઉપર કહેલા દોષ આવે છે તેમજ જિનમદિરે આવેલ નવેદ્ય, ચેાખા, સેાપારી આદિ વસ્તુની સ્વવસ્તુની જેમ સંભાળ લેવી. સારૂ' મૂલ્ય ઉપજે એવી રીતે વેચવી. પણ જેમ તેમ રખડતી રાખવી નહી. તેમ કરવાથી દેવદ્રવ્યના વિનાશકર્યાંના દોષ આવે છે.