Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
મુગ્ધ પડે ભવભૂપમાં, [૨૪૧ સર્વ લોકેની સમક્ષ મરનારને કહેવું કે, “તમારા પુણ્યને અર્થે આટલા દિવસની અંદર આટલું દ્રવ્ય હું ખરચીશ. તેની તમે અનુમોદના કરે.” એમ કહી તે દ્રવ્ય કહેલી મુદતમાં જાણે તેમ જલદી ખરચવું. જે પોતાના નામથી તે દ્રવ્યને વ્યય કરે તે પુણ્યસ્થાને પણ ચેરીને દોષ આવે. પુણ્ય સ્થાનકે ચોરી કરવાથી મુનિને પણ હીણતા આવે છે. દશવૈકાલિકમાં–સાધુ તપ, વ્રત, રૂપ, આચાર અને ભાવ, એની ચોરી કરે તે કિલિબષીદેવ થાય છે. સાધારણ દ્રવ્ય વાપરવામાં વિવેક| મુખ્યવૃત્તિએ ધર્મ ખાતે કાઢેલું દ્રવ્ય સાધારણ રાખવું. તેમ કરવાથી ધર્મસ્થાન બરાબર જોઈને તે ઠેકાણે તે દ્રવ્યને વ્યય કરી શકાય છે. સાતે ક્ષેત્રમાં જે ક્ષેત્ર સીદાતું હોય તેને સહાય આપવામા બહુ લાભ દેખાય છે. કેઈ શ્રાવક માઠી અવસ્થામાં હોય અને તેને જે તે દ્રવ્યથી સહાય કરાય, તે તે શ્રાવક આશ્રય મળવાથી ધનવાન થઈ સાતે ક્ષેત્રોની વૃદ્ધિ કરે એ સંભવ રહે છે.
લૌકિકમાં પણ કહ્યું છે કે-હે રાજેદ્ર! તું દરિદ્ર માણસનું પિષણ કર, પણ ધનવાન પુરુષનું કરીશ નહીં, કારણ કે, રોગીને જ ઔષણ આપવું હિતકારી છે પણ નીરોગી માણસને ઔષધ આપવાથી શું લાભ થવાનો ?” માટે જ પ્રભાવના, સંઘની પહેરામણ, કવ્ય યુક્ત મોદક (લાડુ) અને લ્હાણું આદિ વસ્તુ સાધમિકેને આપવી હોય, ત્યારે નિર્ધન સાધર્મિકને સારામાં સારો વસ્તુ હોય તે જ આપવી એગ્ય છે. એમ ન કરે તે ધર્મની અવજ્ઞા શ્રા. ૧૬