Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
દિ. કૃ] આવશ્યકમાંહે ભાખિઓછ, ૨ દેશવિરતિની અથવા સર્વવિરતિની સર્વ પ્રકારે એકાગ્રમનથી આરાધના થાય વગેરે અનેક ગુણ છે. તે નાસ્તિક એ પ્રદેશની રાજા, આમરાજા, કમપા, થાવરચ્ચા પુત્ર વગેરેના દૃષ્ટાંત ઉપરથી જાણવા. કહ્યું છે કે
જિનેશ્વર ભગવાનનું વચન સાંભળે તે બુધિને વ્યોમેહ જ રહે, કુપંથને ઉચ્છેદ થાય, મોક્ષની ઈચ્છા વૃદિધ પામે, શાંતિ વિસ્તાર પામે. અધિક વૈરાગ્ય ઉપજે અને અતિશય હર્ષ થાય. એવી કઈ વસ્તુ છે કે, જે જિનેશ્વર ભગવાનનું વચન સાંભળવાથી ન મળે ? પેતાનું શરીર ક્ષણભંગુર છે. બાંધવ બંધન સમાન છે. લક્ષ્મી વિવિધ અનર્થને ઉત્પન્ન કરનારી છે, માટે જૈન સિદ્ધાંત સાંભળ. તેથી સંવેગ ઉત્પન્ન થાય છે, અને તે સિધ્ધાંત માણસ ઉપર કેઈ ઉપકાર કરવામાં ખામી રાખતા નથી. એ ઉપર પ્રદેશી રાજાનું સંક્ષિપ્ત દૃષ્ટાંત
હૃ. ૩૪ તાંબી નગરીમાં પ્રદેશી નામે રાજા અને ચિત્રસારથી નામે તેને મંત્રી હતે. ચિત્રસારથી મંત્રીએ ચાર જ્ઞાનના ધારક શ્રીકેશી ગણધર પાસે ભાવસ્તિ નગરીમાં શ્રેષ્ઠ શ્રાવકધર્મ સ્વીકાર્યો હતો. એક વખતે ચિત્રસારથી મંત્રીના આગ્રહથી કેશીગણધર વેતાંબી નગરીએ પધાર્યા. ચિત્રસારથી મંત્રી ઘોડા ઉપર બેસી ફરવાના બહાને પ્રદેશ રાજાને કેશિ ગણધર પાસે લઈ ગયા. ત્યારે મુનિરાજને કહ્યું કે- “હે મુનિરાજ ! તમે વૃથા કષ્ટ ન કરે. કારણ કે ધર્મ વિગેરે જગતમાં સર્વથા છે જ નહિ, મહારી માતા શ્રાવિકા હતી અને પિતા નાસ્તિક હતું,