Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
એહજ અથ વિચાર:
[શ્રા, વિ.
,,
૨૨] મરણ સમયે મેં એમને કહ્યું કે, “ મરણ થયા પછી સ્વર્ગીમાં તમને જે સુખ અથવા નરકમાં દુઃખ થાય, તે મને જણાવજો ” પણ મરણ પામ્યા પછી માતાએ સ્વ સુખ આદિ તથા પિતાએ નરક દુઃખ આદિ કાંઈ પણ મને જણાવ્યું નહીં. વળી ચારના મે` તલ જેવડા કટકા ો તા તે પણ ક્યાંય પણ મને જીવ દેખાયા નહી. તેમજ જીવતા તથા મરણ પામેલા માણસને તેાલતાં ભારમાં કાંઈપણ ફેર જણાયે નહીં. વળી મેં છિદ્ર વિનાની કાઠી અંદર એક માણસને પૂર્વી અને તે કોઠી ઉપર સજ્જડ ઢાંકણું ઢાંકયું. અંદર તે માણસ મરી ગયા. તેના શરીરમાં પડેલા અસ`ખ્ય ક્રીડા મે' જોયા. પણ તે માણસના જીવ અહાર વાને તથા તે કીડાના જીવાને અંદર આવવાને વાળના અગ્રભાગ જેટલા પણ માર્ગ મારા જોવામાં આવ્યે નહી', એવી રીને ઘણી પરીક્ષા કરીને હું નાસ્તિક થયા છું.”
શ્રીકેશિ ગણધર કહ્યુ ત્હારી માતા સ્વČસુખમાં નિમગ્ન હાવાથી તને કહેવા આવી નહીં, તથા હાર પિતા પણ નરકની ધોર વેદનાથી આકુળ હોવાથી અહી આવી શકયો નહી. અરણીના કાષ્ઠની અંદર અગ્નિ છતાં તેના ગમે તેટલા ઝીણા કટકાં કરીએ, તે પણ તેમાં અગ્નિ દેખાતા નથી તેમજ શરીરના ગમે તેટલા ઝીણા કટકા કરો, તે પણ જીવ કયાં છે તે દેખાય નહીં. લુહારની ધમણ વાયુથી ભરેલી અથવા ખાલી તેાળા, તથાપિ તેલમાં રતિમાત્ર પણ ફેર જણાશે નહી. તેમજ શરીરની અંદર જીવ છતાં અથવા તે નીકળી ગયા પછી શરીર