Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
- પાયા વિષમી વાટ; . . વિ - સર્વ પ્રયત્નોથી રક્ષણ કરવાં છતાં પણ જે કદાચિંત ચર, અગ્નિ વિ. ઉપદ્રવથી દેવદિવ્યાદિકને નાશ થઈ જાય તે સારસંભાળ કરનારને મથે કાંઈ દેષ નથી કારણ કે, અવશ્ય થનારી વાત આગળ કોઈ ઉપાય નથી. સ્વદ્રવ્યથી ધર્માનુષ્ઠાન કરવા યાત્રા-તીર્થની અથવા સંઘની પૂજા સાધમિક વાત્સલ્ય, સ્નાત્ર, પ્રભાવના, પુસ્તક લખાવવું, વાંચન આદિ ધર્મકૃત્યમાં જે બીજા કેઈ ગૃહસ્થના દ્રવ્યની મદદ લેવાય છે, તે ચાર-પાંચ પુરુષને સાક્ષી રાખીને લેવી અને તે દ્રવ્ય ખરચવૈને સમયે ગુરુ, સંઘ આદિ લેકેની આગળ તે દ્રવ્યનું ખરૂં સ્વરૂપ યથાસ્થિત કહી દેવું, એમ ન કરે તે દોષ લાગે. તીર્થ આદિ - સ્થળને વિષે દેવપૂજા સ્નાત્ર, વિજારે પણ પહેરામણી આદિ - ધ સ્વદ્રવ્યથી જ કરવાં અને તેમાં બીજા કેઈનું દ્રવ્ય ન લે: ઉપર કહેલાં ધર્મકૃત્ય ગાંઠના દ્રવ્યથી કરીને પછી બીજા કેઈએ ધર્મકૃત્યોમાં વાપરવા દ્રવ્ય આપ્યું હોય તે તે મહાપૂજા, ભોગ, અંગપૂજા આદિ કૃત્યમાં સર્વની - સમક્ષ જુદું વાપરવું. જ્યારે ઘણું ગૃહસ્થ ભેગા થઈને યાત્રા, સાધમિક વાત્સલ્ય, સંઘ પૂજા આદિ કૃત્ય કરે ત્યારે જેને જેટલો ભાગ, હોય તેને તેટલે ભાગ વગેરે સર્વ સમક્ષ કહી દે. એમ ન કરે તે પુણ્યને નાશ, તથા ચારી આદિને દોષ માથે આવે. - તેમજ માતા–પિતા આદિ લેકેની અંત ઘડી આવે, ત્યારે જ તેને પુણ્યને અર્થે દ્રવ્ય ખરચવાનું હોય તે, મરનાર માણસ છુંદ્ધિમાં છતાં ગુરુ તથા સાધર્મિક વગેરે,