Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
હિ. કું] જ્ઞાન દશે તેમ પંખીએજી, ૨૩૭ રીતે શ્રાવકધર્મ પાળીને તે મરણ પામીને સ્વેગે ગઈ, તે પણ બુધિપૂર્વક અપરાધના દેષથી ત્યાં નીચ દેવીપણે ઉત્પન્ન થઈ. કાળ થતાં સ્વર્ગથી વી કેઈધનવાન તથા. પુત્ર રહિત શેઠને ત્યાં માન્ય પુત્રીપણે ઉત્પન્ન થઈ.
પણ તે ગર્ભમાં આવી ત્યારે ઓચિંતે પરચક્રને. હોટે ભય આવ્યાથી તેની માતાને સીમંતને ઉત્સવન થયે, તથા જન્મત્સવ, છઠીને જગરિકત્સવ, નામ પાડવાનો. ઉત્સવ આદિ ઉત્સવ પિતાએ મોટા આડંબરથી તૈયારી કરી હતી, તે પણ રાજા તથા મંત્રી આદિ હોટા લોકના ઘરમાં શેક ઉત્પન્ન થવાથી તે ન થયા, તેમજ શેઠે રત્નજડિત સુવર્ણના સર્વ અંગે પહેરાય એટલા અલંકાર : ઘણા આદરથી કરાવ્યા હતા, તે પણ ચરાદિકને ભયથી તે પુત્રી એક દિવસ પણ પહેરી શકી નહીં. તે માબાપને તથા બીજા લેકેને પણ ઘણી માન્ય હતી તે પણ પૂર્વકર્મના દોષથી તેને ખાવા પીવાની તથા પહેરવા-ઓઢવાની વસ્તુ ઘણે ભાગે એવી મળતી હતી કે, સામાન્ય માણસને પણ સુખે મળી શકે. કહ્યું છે કે સાગર! તું રત્નાકર ' કહેવાય છે, અને તેથી તું રત્નથી ભરેલો છે, છતાં મહારા હાથમાં દેડકે આવ્યો ! એ હારે દોષ નથી પણ મહારા. પૂર્વકર્મને દોષ છે, પછી શેઠે “એ પુત્રીનો ઉત્સવ થયે નથી માટે મોટાઆડંબરથી તેને લગ્નમહોત્સવ કરવા માં. લગ્ન દિવસ નજીક આવ્યું, ત્યારે તે પુત્રીની માતા. અકસ્માત મરણ પામી ત્યારે બિલકુલ ઉત્સવ ન થતાં વરવહુને હસ્તમેળાપ માત્ર રૂઢી પ્રમાણે કર્યો. .