Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
દિ, કૃ] હેમ પરિક્ષા જેમ હુએ, [૨૩: માણસે પૂજા કરનાર લેકેને હાથ–પગ દેવાને માટે મંદિરે જુદું જળ રાખ્યું હોય, તે તે જળથી હાથ-પગ ધવાને. કાંઈ હરકત નથી.
છાબડિઓ, ચંગેરી, ઓરસીયા આદિ તથા ચંદન, કેશર, કપૂર, કસ્તુરી આદિ વસ્તુ પિતાની નિશ્રાએ રાખવી. કારણ કે, દેવની નિશ્રાએ ન રાખી હોય તે પિતાના ઘરમાં કાંઈ પ્રયજન પડે તે તે વાપરી શકાય છે. એ જ રીતે ભેરી, ઝલ્લરી આદિ વાજિંત્ર પણ સાધારણખાતે રાખ્યું હોય તે તે સર્વ ધર્મમાં વાપરી શકાય છે. પિતાની. નિશ્રાએ રાખેલે તબુ, પડદા આદિ વસ્તુ દેવમંદિર વગેરેમાં વાપરવાને અર્થે કેટલાક દિવસ સુધી રાખ્યા હોય તેપણ તેટલા કારણથી તે વસ્તુ દેવદ્રવ્યમાં ગણાય નહીં. કારણ કે, મનના પરિણામ જ પ્રમાણભૂત છે. એમ ન હોય તે, પિતાના પાત્રમાં રહેલું નૈવેદ્ય ભગવાન આગળ મૂકે છે, તેથી તે પાત્ર પણ દેવદ્રવ્ય ગણવું જોઈએ. - શ્રાવકે દેરાસર ખાતાની અથવા જ્ઞાનખાતાની ઘરપાટ આદિ વસ્તુ ભાડું આપીને પણ ન વાપરવી. કારણ કે, તેથી નિર્વસ પરિણામ વગેરે દેષની પ્રાપ્તિ થાય છે સાધારણ ખાતાની વસ્તુ સંઘની અનુમતિથી વાપરવી, તે પણ લેકવ્યવહારની રીતને અનુસરી ઓછું ન પડે એટલું ભાડું આપવું. અને તે પણ કહેલી મુદતની અંદર પોતે જ જઈને આપવું. તેમાં જે કદાચિત્ તે ઘરની ભીંત, કરા, આદિ પૂર્વના હોય, તે પડી જવાથી પાછા સમારવા પડે તે તેમાં જે કાંઈ ખરચ થયું હોય, તે ભાડામાં વાળી