Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
ર૩૪) તેહને કુણ આધાર છે સે (૫૮) [શ્રા વિ. ઘરનાં કામ મેહથી કરે છે, તે વારંવાર તિર્યચપણું પામે છે. આ રીતે તમારે બન્નેને સ્નેહ પૂર્વભવના સંબંધથી છે.
' માટે દેવની આગળ કરેલા દીવાના પ્રકાશમાં કાગળ ન વંચાય, કાંઈ પણ ઘરનું કામ ન કરાય તથા નાણું ન પરખાય, દેવ આગળ કરેલા દીવાથી પિતાને અર્થે બીજે દિ પણ કરે નહીં, ભગવાનને ચંદનથી પિતાનાં કપાળાદિકમાં તિલક ન કરવું, ભગવાનના જળથી હાથ પણ છેવાય નહીં. દેવની શેષ (નમણ) પણ નીચે પડેલું કે પડતું સ્વલ્પ માત્ર લેવું પરંતુ પ્રભુના શરીરથી પિતાના હાથે લેવું નહીં. ભગવાનનાં ભેરી, ઝલ્લરી વગેરે વાજિંત્ર પણ ગુરુને અથવા સંઘને કામે વાડાય નહીં. અહીં કેટલાક મત એ છે કે કાંઈ તેવું જરૂરનું કામ હોય તે દેવના ભેરી આદિ વાજિંત્ર વાપરવાં, પણ વાપરતાં પહેલાં તેના બદલામાં દેવદ્રવ્ય ખાતે હેટ નકરે આપ. કહ્યું છે કે-જે મૂઢ પુરુષ જિનેશ્વર મહારાજનાં ચામર, છત્ર, કળશ આદિ ઉપકરણ પિતાને કામે કિસ્મત આપ્યા વિના વાપરે, તે દુઃખી થાય. આ નકરે આપીને વાપરવા લીધેલા વાજિંત્ર કદાચિત ભાંગી-તૂટી જાય તે પિતાના પૈસાથી તે સમારી આપવાં. ઘરકામ સારૂ કરેલે દી દર્શન કરવાને અર્થે જ જે જિનેશ્વર ભગવાનની પ્રતિમા આગળ આણેલે હોય, તે તે તેટલા કારણથી દેવદીપ થતું નથી. પૂજાને અર્થે જ ભગવાન આગળ મૂક્યો હોય તે, તે. દેવદીપ થાય, મુખ્યમાર્ગમાંથી તે દેવદીપને અર્થે કેડિયાં, બત્તી અથવા ઘી, તેલ પિતાને કામે ન વાપરવાં. કોઈ