Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
પુણ્યવત તે પામરાજી,
[૧
દ્ધિ કું] સમયે મ્હારી આગળ સુવર્ણમય એક હજાર ચંદ્રને ધારણ કરનારા મારી નૃત્ય કરશે. તેનાં દરરોજ પડી ગએલાં પિચ્છાં તારે લેવાં. ” યક્ષના આવા વચનથી ખુશી થયેલા નિપુણ્યકે કેટલાંક ઉપચ્છાં સ યા સમયે પડી ગયાં, તે એકઠાં કર્યાં. એમ દરરાજ એકઠાં કરતાં નવસો પિચ્છાં ભેગાં થયાં. એકસો બાકી રહ્યાં. પછી નિપુણ્યકે દુવની પ્રેરણાથી મનમાં વિચાયું કે, “ ખાકી રહેલાં પિચ્છાં લેવાને માટે હવે કેટલા દિવસ આ જંગલમાં રહેવું? માટે બધાં પિચ્છાં સામટાં એક મૂઠીથી પકડીને ઉખેડી લેવાં એ ઠીક’” એમ વિચારી તે દિવસે મેર નાચવા આવ્યા, ત્યારે એક મૂઠીથી તેનાં પિચ્છાં પકડવા ગયા. એટલામાં માર કાગડાનુ' રૂપ કરીને ઉડી ગયા, અને પૂર્વે એકઠાં કરેલાં નવસા પિચ્છાં પણ જતાં રહ્યાં ! દેવની મર્યાદા ઉલ્લધીને જે કાર્ય કરવા જઈએ, તે સફળ થાય નહી. જુએ, ચાતકે ગ્રહણ કરેલુ સરોવરનુ જળ પેટમાં ન ઉતરતાં ગળામાં રહેલા છિદ્રથી બહાર જતુ રહે છે. માટે “ ધિક્કાર થાએ મને! કેમકે મે ફોગટ એટલી ઉતાવળ કરી, ’” એમ દીલગીરી કરતા નિપુણ્યકે . આમ તેમ ભમતાં એક જ્ઞાની ગુરૂને દીઠા. તેમની પાસે જઈ વંદના કરી. તેણે તેમને પેાતાના પૂર્વકનું સ્વરૂપ પૂછ્યું.
જ્ઞાનીએ પણ તેના પૂર્વભવનુ' સ્વરૂપ જેવું હતું તેવું પ્રકટપણે કહી દીધું. તે સાંભળી પૂર્વે દેવદ્રવ્ય ઉપર પેાતાની આજીવિકા કરી તેનું પ્રાયશ્ચિત મુનિરાજ પાસે માગ્યું. મુનિ મહારાજે કહ્યું કે, “ જેટલુ દેવદ્રવ્ય તે પૂર્વભવે
પર