Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
ર૬] વ્યવહાર નિગ્રંથ છે સે. (૫૬) [શ્રા. વિ. પૂર્ણ ચંદ્રમાને ઉદય થશે ત્યારે મોટાભાઈએ કહ્યું, “ભાઈ! ચિંતામણિરત્ન કાઢ આપણે જોઈ એ કે, રત્નનું તેજ વધારે છે કે, ચંદ્રમાનું તેજ વધારે છે?” પછી વહાણુના કાંઠા ઉપર બેઠેલા ન્હાનાભાઈએ દુર્દેવની પ્રેરણાથી ચિંતામણિરત્ન હાથમાં લીધું, અને ક્ષણમાત્ર રત્ન ઉપર તથા ક્ષણમાત્ર ચંદ્રમા ઉપર એમ આમતેમ દષ્ટિ ફેરવતાં તે રત્ન સાગરમાં પડયું. તેથી પુણ્યસારના સર્વ મનોરથને ભંગ થશે. પછી એક સરખા દુઃખી થએલા બન્ને ભાઈ પિતાને ગામે પાછા આવ્યા.
એક સમયે તેમણે બન્ને જણાએ જ્ઞાની મુનિરાજને પિતાને પૂર્વભવ પૂછે ત્યારે જ્ઞાનીએ કહ્યું “ચંદ્રપુર નગરમાં જિનદત્ત અને જિનદાસ નામે પરમ શ્રાવક શેઠ રહેતા હતા. એક સમયે શ્રાવકેએ ઘણું એકઠું થએલું જ્ઞાનદ્રવ્ય જિનદત્ત શેઠને અને સાધારણ દ્રવ્ય જિનદાસ શેઠને રાખવા માટે સંપ્યું. તે બને શેઠે સેપેલા દ્રવ્યની ઉત્તમ પ્રકારે રક્ષા કરતા હતા. એક દિવસે જિનદત્ત શેઠ પિતાને માટે કઈ લખનાર પાસે પુસ્તક લખાવ્યું અને પાસે બીજુ દ્રવ્ય ન હોવાથી “એ પણ જ્ઞાનનું જ કામ છે એમ વિચારી જ્ઞાનદ્રવ્યમાંથી બાર દ્રમ્મ લખનારને આપ્યા. જિનદાસ શેઠે તે એક દિવસ વિચાર કર્યો કે, “સાધારણ દ્રવ્ય તે સાતે ક્ષેત્રે વપરાય છે. તેથી શ્રાવકથી પણ એ વાપરી શકાય એમ છે, અને હું પણ શ્રાવક છું. માટે હું મારા કામને અર્થે વાપરું તે શી હરક્ત છે?” એમ વિચારી કાંઈ ઘણું જરૂરનું કામ પડવાથી અને પાસે