Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
દિ. કુ નિશ્ચય દષ્ટિ હૃદય ધરજી, [૨૧૮ થયે. તે ગર્ભમાં છતાં જ વસુદત્ત શ્રેષ્ઠીનું સર્વ દ્રવ્ય નાશ પામ્યું. પુત્ર જન્મે તે જ દિવસે વસુદત્ત શ્રેષ્ઠી મરણ પામે, પાંચ વર્ષને થયે વસુમતી પણ દેવગત થઈ. તેથી લકોએ તેનું “નિપુણ્યક' એવું નામ પાડ્યું. કેઈ રાંકની પેઠે જેમ તેમ નિર્વાહ કરી તે વૃદ્ધિ પામે.
એક દિવસે તેને મામો તેને સ્નેહથી પિતાને ઘેર લઈ ગયે. દૈવયોગે તે જ રાત્રિએ મામાનું ઘર પણ ચોરોએ લૂંટયું. એમ જેને ઘેર તે એક દિવસ પણ રહ્યો. તે સર્વને ત્યાં ચેર, ધાડ, અગ્નિ વગેરે ઉપદ્રવ થયા. કઈ ઠેકાણે ઘરધણી જ મરણ પામે. “આ પારેવાનું બન્યું છે? કે બળતી ગાડરી છે? અથવા મૂર્તિમાન ઉત્પાત છે? એવી રીતે લેકે તેની નિંદા કરવા લાગ્યા. તેથી ઉગ પામી તે નિપુણ્યક (સાગરશ્રેષ્ઠીને જીવ) બહુ દેશાંતરે ભમતાં તામ્રલિપ્તિ નગરીએ ગયા. ત્યાં વિનયધર શ્રેષ્ઠીને ત્યાં ચાકરપણે રહ્યો. તે જ દિવસે વિનયધર શ્રેષ્ઠીનું ઘર સળગ્યું. તેથી તેણે પિતાના ઘરમાંથી હડકાયા શ્વાનની પેઠે તેને કાઢી મૂકો. પછી શું કરવું ? તે ન સૂઝવાથી પૂર્વભવે ઉપજેલા દુષ્કર્મની નિંદા કરવા લાગ્યા. કહ્યું છે કે-સર્વે જીવ સ્વવશપણે કર્મ કરે છે, પણ તે ભેગવવાને અવસર આવે ત્યારે પરવશ થઈને ભગવે છે, નિપુણ્યક “ગ્ય સ્થાનને લાભ ન થવાથી ભાગ્યના ઉદયને હરત. આવે છે.” એમ વિચારી સમુદ્રતીરે ગયે. - ત્યાં ધનાવહ શ્રેષ્ઠીની ચાકરી કરવી કબૂલ કરી તે, દિવસે વહાણ ઉપર ચડે. શ્રેષ્ઠીની સાથે ક્ષેમકુશળથી