Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૨૨] ભવ સમુદ્રના પાર ॥ સા. (૫૫) [ત્રા. વિ. વાપર્યું”, તે કરતાં વધારે દ્રવ્ય દેવદ્રવ્ય ખાતામાં આપ. અને દેવદ્રવ્યની રક્ષા તથા તેની વૃદ્ધિ વગેરે યથાશક્તિ કર. એટલે હાદુ દુષ્કર્મ ટળશે. તથા પરિપૂર્ણ ભેળ, ઋદ્ધિ અને સુખના લાભ થશે. ” તે સાંભળી નિપુણ્યકે જ્ઞાની ગુરૂ પાસે નિયમ લીધે કે, “ મેં પૂર્વભવે જેટલુ દેવદ્રવ્ય વાપર્યું... હાય. તે કરતાં હજારગણુ દ્રવ્ય દેવદ્રવ્ય ખાતે મ્હારાથી ન અપાય, ત્યાં સુધી અન્ન-વસ્ત્ર ચાલે, તે કરતાં વધારે દ્રવ્યના સગ્રહ ન કરવા. ” એવા નિયમની સાથે શુદ્ધ શ્રાવક ધર્મ પણ તેણે ગુરૂની સાખે આદર્યાં. તે દિવસથી માંડી તેણે જે જે વેપાર કર્યાં, તે સમાં તેને બહુ દ્રવ્યના લાભ થયા જેમ જેમ લાભ થયા, તેમ તેમ તે માથે રહેલુ દેવદ્રવ્ય ઉતારતા ગયા. પૂર્વભવે વાપરેલી એક હજાર કાંકિણીના બદલામાં દસલાખ કાંકિણી તેણે થાડા દિવસમાં દેવદ્રવ્ય ખાતે આપી. દેવદ્રવ્યના ઋણમાંથી છૂટયા પછી ઘણુ' દ્રવ્ય ઉપાઈને તે પેાતાને નગરે આબ્યા. સર્વે મ્હોટા શેઠોમાં શેઠ થવાથી તે નિપુણ્યક રાજાને પણ માન્ય થયા. પછી તે પાતે કરાવેલા તથા બીજા પણ સ` જિનમદિરાની સારસંભાળ દરરોજ પોતાની સ` શક્તિથી કરે, દરરોજ હેાટી પૂજા પ્રભાવના કરાવે, અને દેવદ્રવ્યનુ ઉત્તમ પ્રકારે રક્ષણ કરી તેની યુક્તિથી વૃદ્ધિ કરે. એવા સત્કૃત્યથી ચિરકાલ પુણ્ય ઉપાઈને છેવટ તેણે જિનનામકમ માંયુ.. પછી તે નિપુણ્યકે અવસરે દીક્ષા લઈ ગીતાથ થઈ, યથાયેાગ્ય ઘણી ધર્મદેશના આદિ દેવાથી જિનભક્તિરૂપ પ્રથમ સ્થાનકની આરાધના કરી અને તેથી જિનનામકમ
ફ્