Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
નવિ જાણે તે ઉપજે, [૨૧૩ હેતુ છે. જેમકે ઉસૂત્ર પ્રરૂપણથી સાવદ્યાચાર્ય, મરિચી, જમાલિ, કુળવાલક સાધુ વિગેરે ઘણું જીવેએ સંસાર વધાર્યો છે. વળી કહ્યું છે કે – ઉસૂત્રના ભાષકને બધિબીજને નાશ થાય છે અને અનંત સંસારની વૃદ્ધિ થાય છે, માટે પ્રાણ જતાં પણ ધીર પુરુષ ઉસૂત્ર વચન બોલતા નથી. તીર્થકર, પ્રવચન જ્ઞાન, આચાર્ય, ગણધર, મહદ્ધિકની આશાતના કરતાં પ્રાણી ઘણું કરીને અનંત સંસારી થાય છે. દેવદ્રવ્યાદિ નાશ કરવાનું ફળ-દેવદ્રવ્ય તથા ગુરુદ્રવ્ય, વસ્ત્ર–પાત્રાદિકને નાશ કરવાથી કે તેની ઉપેક્ષા કરવાથી પણ મટી આશાતના થાય છે. દેવદ્રવ્યને વિનાશr (ક્ષણ કે ઉપેક્ષા) કરે, સાધુને ઘાત કરે, જેનશાસનની નિંદા કરાવે, સાધવનું ચોથું વ્રત ભંગાવે તે તેના બોધિલાભ (ધર્મપ્રાપ્તિ) રૂપ મૂળમાં અગ્નિ લાગે છે.
શ્રાવકદિનકૃત્ય અને દર્શનશુદ્ધિમાં કહેવું છે કે – દેવદ્રવ્ય અને સાધારણ દ્રવ્યને મૂઢ મતિવાલે વિનાશે છે તે કાં તે ધર્મને જાણતો નથી અને કાં તે તેણે નરકાયુ અંધેલું હોય છે. સાધારણ દ્રવ્ય-દેવદ્રવ્ય તે પ્રસિદ્ધ જ છે, પણ સાધારણ દ્રવ્ય તે-દેરુ, પુસ્તક, આપતગ્રસ્ત શ્રાવક વિગેરેને ઉદ્ધારવાને (સહાય કરવાને) ચગ્ય દ્રવ્ય ઋદ્ધિવંત શ્રાવકેએ મળી મેળવ્યું હોય, તેને વિનાશ કરે અથવા વ્યાજ કે વ્યાપાર આદિવડે તેને ઉપભોગ કરે તે સાધારણ દ્રવ્યને વિનાશ કર્યો કહેવાય છે. કહેવું છે કે –
- જેના બે બે પ્રકારના ભેદની કલ્પના કરાય છે, એવા દેવદ્રવ્યનો નાશ થતે દેખી સાધુ પણ જે ઉપેક્ષા કરે તે