Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૧૮૦] પ્રથમ અંગે એમ ભાખિયું, [શ્રા. વિ. બંનેમાં રાગ ભિન્ન-ભિન્ન જાતિને હોય છે, તેમ પ્રીતિ અને ભક્તિ અનુષ્ઠાનમાં પણ એટલું તફાવત છે, સૂત્રમાં કહેલીવિધિ પ્રમાણે જ જિનેશ્વર ભગવંતના ગુણ જાણે તથા વખાણે, ચૈત્યવંદન, દેવવંદન, પ્રમુખ સર્વ સૂત્રમાં કહેલી રીત મુજબ કરે, તેને વચનાનુષ્ઠાન કહેવાય; આ વચનાનુષ્ઠાન ચારિત્રવંતને નિયમથી હોય છે પણ પાર્થ
સ્થાદિને નહીં. ફલની આશા ન રાખનારે ભવ્યજીવ શ્રતના આલંબન વગર કેવલ પૂર્વના અભ્યાસના રસથી જ જે અનુષ્ઠાન કરે તે નિપુણ પુરૂષોએ અસંગઅનુષ્ઠાન જાણવું તે જિનકલ્પી વગેરેને હોય છે.
જેમ કુંભારના ચક્રનું ભ્રમણ પ્રથમ દંડથી થાય છે. તેમ વચનઅનુષ્ઠાન આગમથી પ્રવર્તે છે અને જેમ દંડ કાઢી લીધા પછી પણ પૂર્વ પ્રયોગથી ચક ભમ્યા કરે તેમ અભ્યાસના રસથી આગમની અપેક્ષા વગર અસંગઅનુષ્ઠાન થાય છે. એમ આ બે (વચન અને અસંગ) અનુષ્ઠાન આ દષ્ટાંતથી ભિન્ન ભિન્ન સમજી લેવાં.
બાળકની પેઠે પ્રથમથી પ્રતિભાવ આવવાથી પ્રથમ પ્રીતિઅનુષ્ઠાન થાય છે, પછી ભકિતઅનુષ્ઠાન, પછી વચનાનુષ્ઠાન, ત્યારપછી અસંગાનુષ્ઠાન થાય. એમ એક એકથી અધિક ગુણની પ્રાપ્તિ થવાથી અનુષ્ઠાન પણ થાય છે. તેટલા માટે ચાર પ્રકારનું અનુષ્ઠાન પણ પ્રથમ રૂપીયાનું સરખું સમજવું. વિધિ અને બહુમાન એ બંનેના સંયે ગથી અનુષ્ઠાન પણ સમજવાં, જે માટે મુનિ મહારાજે એ અનુષ્ઠાન પરમ પદ પામવા કારણપણે બતાવેલ છે.