Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
દિ ] નિજ શક્તિ અજુઆલે છે શુ. (૪૫) [૧૮૧ બીજા ભાંગાના રૂપીયા સમાન અનુષ્ઠાન પણ સત્ય છે તેટલા માટે પૂર્વાચાર્યોએ તેને એકાંતે દુષ્ટ ગણાવ્યું નથી. જ્ઞાનવંત પુરૂષોની ક્રિયા છે કે અતિચારથી મલિન હોય તે પણ શુદધતાનું કારણ છે, કેમકે રત્ન ઉપર મેલ લાગેલે હાય, પણ જે અંદરથી શુધ છે, તે બહારને મેલ સુખે દૂર કરી શકાય છે. ત્રીજા ભાંગા સરખી ક્રિયા માયામૃષાદિક દોષથી બનેલી છે. જેમકે ભેળા લોકેને ઠગવા માટે કોઈ ધૂતે શાહુકારને વેશ લઈ વંચના જાળ માંડી હોય, તેની ક્રિયા બહારથી દેખાવમાં ઘણું જ આશ્ચર્યકારક હોય પણ મનમાં અધ્યવસાય અશુધ હોય તેથી કદાપિ ઈલેકમાં માન, યશ, કીર્તિ, ધન પ્રમુખને તેને (ધૂર્તને) લાભ થાય પણ તે પરલેકમાં દુર્ગતિને જ પામે છે માટે એ કિયા બહારના દેખાવરૂપ જ હોવાથી ગ્રહણ કરવા
ગ્ય નથી. ચોથા ભાંગા જેવી કિયા પ્રાયે અજ્ઞાનપણથી અશ્રદ્ધાનપણથી કર્મના ભારેપણથી ભવાભિનંદી અને હોય છે. શુદ્ધ અને અશુદધ એ બંનેથી રહિત એવી કિયા ખરેખર આરાધના વિરાધના એ બંનેથી શુન્ય છે પણ ધર્મના અભ્યાસ કરવાના ગુણથી કઈક વખત શુભ નિમિત્તપણે થાય છે ૬. ૨રજેમ કેઈ શ્રાવકને પુત્ર ઘણી વાર જિનબિંબના દર્શન કરવાના ગુણથી જે કે તે ભવમાં કઈ સુકૃત્ય કર્યા નહતાં તે પણ મરણ પામીને મત્સ્યના ભવમાં સમતિ પામે. ઉપર બતાવેલી રીત પ્રમાણે એકાગ્ર ચિત્તથી બહુમાન પૂર્વક જે દેવ પૂજા થાય તે યક્ત ફળની પ્રાપ્તિ થાય છે માટે ઉપર જણાવેલા કારણમાં જરૂર ઉદ્યમ કરે આ નિયમ ઉપર ધર્મદત્ત નૃપની કથા બતાવે છે.