Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
નિજ પ્રાણને રાખે ! શુ. (૪૬)
[૧૮૫
દિ કું.] પામ્યા. ગના પ્રભાવથી તે પ્રીતિમતી રાણીને મણુિ રત્નમય જિનમ'દિર અને જિનપ્રતિમા કરાવવી તથા તેની પૂજા કરવી ઇત્યાદિ દોષલા ઉત્પન્ન થયા. ફૂલ ફળને અનુસરતુ થાય તેમાં શી નવાઈ?
દેવતાઓની કાર્ય સિદ્ધિ મનમાં ચિતવતાંજ થઈ જાય છે, રાજાએની કાર્યસિદ્ધિ મુખમાંથી વચન નિકળતાં થાય છે, ધનવંત લોકોની કાર્યસિદ્ધિ ધનથી તત્કાળ થાય છે, અને બાકી રહેલા મનુષ્યેાની કાર્ય સિદ્ધિ તે પાતે અંગ-મહેનત કરે ત્યારે થાય છે. પ્રીતિમતીના દોહલે દુઃખથી પૂર્ણ કરાય એવા હતા, તે પણ રાજાએ ઘણા હર્ષોંથી તેના સંપૂર્ણ દાહલેા તત્કાળ પૂર્ણ કર્યાં. જેમ મેરૂપર્યંત ઉપરની ભૂમિ પારિજાત-કલ્પવૃક્ષને પ્રસવે, તેમ પ્રીતિમતી રાણીએ આગળથીજ શત્રુને નાશ કરનારા પુત્ર પ્રસળ્યા. રાજધર રાજાને પુત્ર-જન્મ સાંભળી ઘણા જ હષ થયા, તેથી તેણે પૂર્વ કેઈ સમયે નહિ કરેલા એવા તે પુત્રના જન્માત્સવ વગેરે કાર્યાં તે સમયે કર્યાં, અને તે પુત્રનું શબ્દાર્થને અનુસરતું ધર્મ દત્ત એવું નામ રાખ્યું. એક દિવસે નવનવા ઉત્સવ કરીને આનંદથી તે પુત્રને જિનમંદિર લઈ જઈ અરિહંતની પ્રતિમાને નમસ્કાર કરાવી ભગવાન આગળ ભેટા માફક મૂકયા, ત્યારે ઘણી સંતુષ્ટ થયેલ પ્રીતિમતી રાણીએ પેાતાની સખીને કહ્યુ કે, “હું સખી! તે ચતુર હંસે ચિત્તમાં ચમત્કાર ઉત્પન્ન કરે એવા ઘણાજ ઉપકાર મ્હારા ઉપર કર્યાં, તે હંસના વચન પ્રમાણે કરવાથી નિન પુરૂષ જેમ દેવચેાગથી પેાતાથી મેળવી ન