Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૧૮૨]
[શ્રા. વિ.
એકતા જ્ઞાન નિશ્ચય વ્યા, ૬ ૨૩ વિધિ અને બહુમાન ઉપર ધમ દત્તનૃપ થા રૂપાના જિનમદિર શાભતા એવા રાજપુર નગરમાં ચદ્રમાની પેઠે શીતકર અને કુવલયવિકાસી એવા રાજધર નામે રાજા હતા જેમની પાસે દેવાંગનાએએ પેાતાની રૂપસ’પદા જાણે થાપણુ મૂકી હેાયની ! એવી રીતે રાજાની પ્રીતિમતી પ્રમુખ પાંચસે રાણીએ હતી. એક પ્રીતિમતી રાણી વને બાકી સવે રાણીએ જગતને આનદકારી પુત્રના લાભથી ચિત્તમાં સ ંતોષ પામી. પુત્ર ન હોવાથી વધ્યા જેવી પ્રીતિમતી રાણી મનમાં ઘણેાજ ખેદ પામી.
પંક્તિભેદ સહન કરવા કહ્યુ છે, તેમાંય પ્રમુખ માણસને જો પક્તિભેદ થાય તેા તેનાથી તે સહન કરાય એ ખૂબજ કઠણ છે. અથવા જે વસ્તુ દૈવાધીન છે, તે અંગે વિચાર કરવાથી શું લાભ થવાના ? છતાં તે વાતથી દુઃખ પામનારા મૂઢ હૃદયવાળા લાકોની મૂઢતાને ધિક્કાર થા. દેવતાઓને કરેલી વિવિધ પ્રકારની માનતા પણ જ્યારે નિષ્ફળ નીવડી, ત્યારે તે પ્રીતિમતીનુ દુઃખ ઘણું વૃદ્ધિ પામ્યું. ઉપાયા નિષ્ફળ જાય, ત્યારે આશા સફળ ન થાય.
એકદા હુંસનુ' અચ્ચું' ઘરમાં બાળકની પેઠે રમતુ હતુ, તે તેણે હાથ ઉપર લીધું. તે પણ મનમાં ભય ન રાખતાં હુંસે મનુષ્યવાણીથી તે રાણીને કહ્યું કે —“હે ભદ્રે ! હું અહિ' યથેચ્છ છૂટથી રમતા હતા, તે મને તું નિપુણ છતાં કેમ રમાડવાના રસથી પકડે છે ? યથેચ્છ વિહાર કરનાર જીવાને બધનમાં રહેવુ. નિર'તર મરણુ સમાન છે. તુ' પેતે વયાપણુ` ભાગવવા છતાં પાછું એવું