Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
દિ, કૃ] વલી જજ દેહ છે શુ. (૩૯) [૧૫૭ લકોએ ઉછાળે અન્નને બલિ પાછ ભૂમિએ પડતાં પૂર્વે જ દેવતાઓ તેનો અર્ધો ભોગ લે છે, પા ભાગ રાજા લે છે, અને બીજે પ ભાગ બીજા લેકે લે છે, તેને એક દાણે પણ માથામાં રાખ્યો હોય તે રેગ મટે છે અને છે મહિના સુધી બીજે રેગ થાય નહિ.”
પછી સદ્ગુરૂએ પ્રતિષ્ઠિત કરેલે, મોટા મહોત્સવ પૂર્વક લાવે અને કુસુભાદિ શ્રેષ્ઠ વસ્ત્રોથી શોભતા એવા મહાદવજને દેરાસર ફરતી ત્રણ પ્રદક્ષિણા દેવરાવવી દિપાળાદિકને બલિદાન આપી ચતુર્વિધ સંઘ સહિત વાજતે ગાજતે ચઢાવ. અને યથાશક્તિ શ્રી સંઘને પહેરામણી વિગેરે સ્વામિવાત્સલ્ય તથા પ્રસાવનાદિક કરી પ્રભુ આગળ ફળ નૈવેદ્યાદિક મુકવાં. પુષ્પવૃષ્ટિ લવણ પ્રક્ષેપ અને આરતી મંગળદી કરવાની વિધિ
ત્યારબાદ ભગવાનની આરતી ઉતારવા આરતી અને મંગળદી પ્રગટાવ. અને તેની પાસે પ્રગટ અગ્નિનું પાત્ર લવણ અને જળ નાંખવા માટે મુકવું. તીર્થકરના તીર્થ પ્રવર્તનના અવસરે શબ્દ કરતા ભ્રમરના સમુદાયથી યુક્ત એવી દેવતાની કરેલી પુષ્પવૃષ્ટિ તમને કલ્યાણકારી થાઓ.
એમ કહી પ્રથમ પુષ્પવૃષ્ટિ કરવી. પછી–લવણ, જળ અને કુલ હાથમાં પ્રદક્ષિણા કરાવતાં એમ બેલવું. ભાંગે છે સંસારને પ્રસાર એવી પ્રદક્ષિણકરી પ્રભુના શરીરની અદ્ભુતલાવણ્ય દેખી લજવાયેલું લૂણ અગ્નિમાં પડે છે તે જુઓ.
ઈત્યાદિ કહીને જિનેશ્વર ભગવંતને ત્રણવાર પુષ્પસહિત