Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૧૫]. તેહથી જીવ છે જુઓ, [શ્રા, વિ ભગવાનના જન્માભિષેકને અવસરે પણ પ્રથમ અય્યત ઈંદ્ર પિતાના દેવના પરિવાર સહિત સ્નાત્ર આદિ કરે છે, તે પછી અનુક્રમે બીજા ઈંદ્ર કરે છે. શેષની પેઠે સ્નાત્ર જળ માથે છાંટયું હોય તે તેમાં કેઈ દેષ લાગતું નથી. હેમચંદ્ર કૃત વીરચરિત્રમાં કહ્યું છે કે-“સુર, અસુર, મનુષ્ય અને નાગકુમાર એમણે તે સ્નાત્ર જળને વારંવાર વંદન કર્યું અને પિતાના સર્વ અંગે હર્ષયુક્ત છાંટયું.” શ્રીપદચરિત્ર ૧લ્માં ઉદ્દેશામાં-આષાડ સુદિ આઠમથી માંડી દશરથરાજાએ કરાવેલા અદાઈ મહોત્સવના ચત્ય સ્નાત્રેત્સવને અધિકાર કહ્યું છે કે-“દશરય રાજાએ તે શાંતિ કરનારૂં ન્હાવણ જળ પોતાની ભાર્યાએ તરફ મોકલ્યું, તરૂણ દાસીઓએ શીઘ જઈ બીજી રાણએને માથે તે હવણ જળ છાંટયું, પણ મોટી રાણીને પહોંચાડવાનું બ્લવણ જળ વૃદ્ધ કચુકીના હાથમાં આપ્યું, તેની વૃદ્ધાવસ્થા હોવાથી પહોચતાં તેને વાર લાગી, ત્યારે મોટી રાણી શકાતુર અને દિલગીર થઈ પછી ક્રોધ પામેલી રાણીને તે હવણ જળ આપ્યું ત્યારે તે રાણીનું ચિત્ત અને શરીર શીતળ થયાં અને તેના ઉપર પ્રસન્ન થઈ.” બહશાંતિસ્તવમાં પણ કહ્યું છે કે-“શાંતિપાનીય મસ્તકે દાતવ્ય. સ્નાત્રજળ મસ્તકે ચઢાવવું” સંભળાય છે કે– “શ્રીનેમિનાથ ભગવાનના વચનથી કૃષ્ણ નાગૅદ્રની આરાધના કરી પાતાળમાંથી શ્રી પાર્શ્વનાથની પ્રતિમા શંખેશ્વર પુરે લાવી તેને હવણ જળથી પિતાનું સન્ય જરાસંઘની જરાથી પીડાતું હતું તે નિરોગી કર્યું. આગમમાં પણ કહ્યું છે કે-જિનેશ્વર ભગવાનની દેશનાને સ્થાનકે રાજા આદિ