Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
[૫૮] ભક્ત પાનાદિ પુદ્ગલ પ્રતે, [ા. વિ લવણું જળ ઉત્તરવું. ત્યાર પછી આરતી અને ધૂપ ઉખેવવા, એ માજી અખંડ જળધારા કરવી અને પુષ્પ પગર કરવા. મરકતમણિના ઘડેલા વિશાળ થાળમાં માણિકયરત્નથી મડિત મંગળ દીવાને સ્નાન કરનારના હાથથી જેમ ભમાડાય છે તેમ ભવ્યજીવાના ભવની આરતી (ચિન્તા) દૂર થાઓ,' આ ખોલતાં ઉત્તમપાત્રમાં રાખેલી આરતી ત્રણવાર ઉતારવી.
ત્રિષષ્ટિચરિત્ર ગ્રંથમાં કહ્યું છે કે—પછી ઇંદ્રે કૃતકૃત્ય પુરૂષની પેઠે કાંઈક પાછા ખસી ફરી આ ત્રિલોકી ભગવાનની આરતિ હાથમાં લીધી. મળતા દીવાઓની કાંતિથી શેાભતી આરતી હાથમાં હોવાથી દેદીપ્યમાન ઔષધિના સમુદાયથી ચળકતા શિખરે કરી જેમ મેરૂપ ત સુ'દર દેખાય છે, તેમ સુંદર દેખાયા. શ્રદ્ધાળુ દેવતાઓ ફૂલની વૃષ્ટિ કરતાં ઈંફે ત્રણવાર ભગવાન્ ઉપરથી આરતી ઉતારી. માંગળાવા પણ આરતીની પેઠે પુજાય છે.
,
સૌમ્ય દૃષ્ટિવંત એવા હે ભગવાન ! જેમ કૌશાંબીમાં રહેલા તમને સૂર્ય આવી પ્રદક્ષિણા કરી તેમ કલિકા સમાન દીપવાલા આ મગલદીવો તમને પ્રદક્ષિણા કરે છે. હે નાથ ! દેવીઆએ ભમાડેલા તમારા મગલદીવો મેરૂને પ્રદક્ષિણા કરતા સૂ` માફક દેખાય છે. મ`ગળદીવો આરતી માફક ઉતારી દૈદીપ્યમાન તેને જિનભગવાની આગળ મૂકવો, મ’ગળદીવો ઉતારતાં આરતી એલવાય તા દોષ નથી. મ'ગળદીવો તથા આરતી મુખ્ય માર્ગથી તા ઘી, ગાળ, કપૂર આદિ વસ્તુની કરાય છે. કારણ કે, તેમ કરવામાં વિશેષ ફળ જણાવેલ છે. લાકમાં પણ કહ્યું છે કે—ભક્તિમાન પુરૂષ દેવાધિદેવની