Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
દિ. કૃ] હેએ એક જે જાતિ કે શુ (૪૪) [૧૭૭ જિનપ્રતિમાનું દર્શન કરતાં એક મહિનાના ઉપવાસનું, જિનમંદિર પ્રવેશ કરતાં છ મહિનાના ઉપવાસનું મંદિરને બારણે જતાં એક વર્ષના ઉપવાસનું, પ્રદક્ષિણા દેતાં સે વરસના ઉપવાસનું, અને જિનપ્રતિમાની પૂજા કરતાં હજાર વર્ષના ઉપવાસનું ફળ પામે, અને જ્યારે જિનભગવાનની સ્તુતિ કરે ત્યારે અનંત પુણ્ય પામે.” “પ્રમાર્જન કરતાં સો ઉપવાસનું, વિલેપન કરતાં હજાર ઉપવાસનું, માળા પહેરાવતાં લાખ ઉપવાસનું, અને ગીત વાજિંત્ર આદિ ભાવ પૂજા કરતાં અનંત ઉપવાસનું ફળ પામે.” પ્રભુ પૂજા પ્રતિદિન ત્રણ ટંક કરવી. કહ્યું છે કે
પ્રાતઃકાળે કરેલી વાસક્ષેપ જિનપૂજા રાત્રે કરેલા પાપને નાશ કરે છે, મધ્યાહ્ન સમયે કરેલી ચંદનાદિ પૂજા જન્મથી માંડીને કરેલા પાપને ક્ષય કરે છે, અને સંધ્યા સમયે કરેલી ધૂપદીપાદિ પૂજા સાત જન્મમાં કરેલાં પાપ ટાળે છે. જળપાન, આહાર, ઔષધ, નિદ્રા, વિદ્યા, દાન, ખેતી એ સાત વસ્તુ અવસરે કરી હોય તે સારૂં ફળ આપે છે, તેમ જિનપૂજા પણ અવસરે કરી હોય તે તે પણ ઘણું સારૂં ફળ આપે છે.” ત્રિકાળ જિનપૂજન કરનાર ભવ્ય સમક્તિને શોભાવે છે અને છેવટે શ્રેણિક રાજાની પેઠે તીર્થકર નામગોત્ર કર્મ બાંધે છે. ગયા છે દોષ જેના એવા જિનેશ્વર ભગવંતની સદા ત્રિકાળ જે પૂજા કરે છે, તે પ્રાણી ત્રીજે ભવે અથવા સાતમે કે આઠમે ભવે સિદ્ધિપદને પામે છે. સર્વ આદરથી પૂજા કરવાને કદાપિ દેવેંદ્ર પ્રવતે તે પણ પૂજી ન શકે, કેમકે તીર્થકરના અનંત ગુણ છે. એક એક ગુણને જુદા જુદા ગણીને પૂજા કરે તે આયુષશા. ૧૨