Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૧૭૬] જ્ઞાન દહને કરી તે દેહ [શ્રા. વિ. બધાને સુખ આપનાર થયું, તેમ દ્રવ્યસ્તવની વાતમાં પણ જાણવું. આવશ્યકાનેર્યુકિતમાં કહ્યું છે કે – સર્વ વિરતિ ન પામેલા દેશવિરતિ જીવોને સંસારને પાતળે કરનારે એ દ્રવ્યસ્તવ કુવાને દષ્ટાંતે ઉચિત છે બીજે ઠેકાણે પણ કહ્યું છે કે–આરંભને વળગી શકાય જીની વિરાધનાથી વિરતિ ન પામેલા અને તેથી જ સંસાર અટવીમાં પડતા જેને દ્રવ્યસ્તવ એજ મોટું આલંબન છે.” જે શ્રાવક વાયુ સરખા ચંચળ, નિર્વાણને અંતરાય કરનાર, ઘણા નાયકના તાબામાં રહેલા, સ્વલ્પ અને અસાર એવા ધનથી સ્થિર ફળને આપનારી, નિર્વાણને સાધનારી, પિતાની સ્વાધીનતામાં રહેલી, ઘણું ફળ આપનારી અને સારભૂત એવી જિનેશ્વર ભગવાનની પૂજા કરીને નિર્મળ પુણ્ય ઉપજે છે, તેજ વણિક વાણિજ્ય કર્મમાં ઘણે નિપૂણ સમજે જિનદર્શન પૂજા કરવાથી થનાર ઉપવાસનું ફળ –
શ્રદ્ધાવંત મનુષ્ય “જિનમંદિરે જઈશ” એમ ચિંતવતાં એક ઉપવાસનું, જવા માટે ઉઠતાં છનું, જવાનું નક્કી કરતાં અઠ્ઠમનું, માગે જતાં ચાર ઉપવાસનું, જિનમંદિરના બાહ્ય ભાગે જતાં પાંચ ઉપવાસનું, મંદિરની અંદર જતાં પંદર ઉપવાસનું અને જિન પ્રતિમાનું દર્શન કરતાં એક માસ ઉપવાસનું ફળ પામે છે. પઘચરિત્રમાં વળી આ પ્રમાણે કહ્યું છે કે –“શ્રદ્ધાવંત શ્રાવક “જિનમંદિરે જઈશ” એમ મનમાં ચિંતવતાં એક ઉપવાસનું, ઉઠતાં બેઉપવાસનું, માર્ગે જવા લાગતાં ત્રણ ઉપવાસનું, જતાં ચાર ઉપવાસનું, છેડે માર્ગ ઉલ્લંઘતાં પાંચ ઉપવાસનું, અધે માગે ૧૫ ઉપવાસનું