Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
દિ. કઈ પ્રભુ આતમરાયા છે શુ. (૪૩) [૧૭૩
પૃથ્વીપુરમાં જિતશત્રુ રાજાને ઘણું ધર્મનિષ્ઠ એવી કુંતલા નામે પટરાણી હતી. તે બીજાને ધર્મને વિષે પ્રવર્તાવનારી હતી, માટે તેના વચનથી તેની સર્વ શો ધર્મનિષ્ઠ થઈ, અને કુંતલા રાણીને ઘણું માનવા લાગી. એક વખત સર્વ રાણીઓએ નવાં જિનમંદિર તૈયાર કરાવ્યાં. આથી કુંતલા રાણીના મનમાં ઘણી અદેખાઈ આવી, તે પિતાના મંદિરમાં જ સારી પૂજા, ગીત, નાટક વગેરે કરાવે, અને બીજી રાણીઓની પૂજા આદિને દ્વેષ કરવા લાગી ખરેખર ખેદની વાત એ છે કે, મત્સર કેવો દસ્તર છે ! કહ્યું છે કે- “મત્સર રૂપ સાગરમાં સમજુ પુરૂષ રૂપ વહાણ પણ ડુબી જાય છે. તે પછી પથ્થર સરખા બીજા જીવ ડૂબી જાય એમાં શી નવાઈ? વિદ્યા, વ્યાપાર, કળાકૌશલ્ય, વૃદ્ધિ, અદ્ધિ, ગુણ, જાતિ, ખ્યાતિ, ઉન્નતિ વગેરેમાં માણસ અદેખાઈ કરે તે વાત જૂદી, પણ ધર્મમાં જેઓ મત્સર કરે છે! તેઓને ધિક્કાર થાઓ ! શેક સરળ સ્વભાવની હોવાથી તેઓ હંમેશાં કુંતલા રાણીના પૂજા આદિ શુભકૃત્યને અનુમોદન આપતી હતી. અદેખાઈથી ભરેલી કુંતલા રાણી એકદા દુર્દવથી અસાધ્ય રેગે પીડાણી. રાજાએ આભરણ આદિ કિંમતી વસ્તુઓ તેની પાસે જે હતા તે સર્વ લઈ લીધી. પછી તે કુંતલા ઘણું અશાતા વેદનાથી મરણ પામી શકયની પૂજાને દ્વેષ કરવાથી મરીને કુતરી થઈ. તે પૂર્વભવના અભ્યાસથી પિતાના ચિત્યના બારણુમાં બેસતી હતી. એક વખત
ત્યાં કેવળી પધાર્યા કેવળીને પુછ્યું કે કુંતલારાણી મારીને કયાં ઉત્પન્ન થયા. કેવલીએ સર્વ વાત કહી. તેથી રાણીઓના