Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
પણ જે વિભાવ.વ : [શ્રા. વિ તત્કાળ ભાગેલું અને નિબીજ કરેલું નાળિએર, શીગોડ, સોપારી વગેરે નિબીજ કરેલાં પાકાં ફળ, ઘણું ખાંડીને કણુંચા રહીત કરેલું જીરૂં, અજમે વગેરે બે ઘડી સુધી મિશ્ર અને તે પછી અચિત્તાગાણુવાને વ્યવહાર છે.
શંકા-શસ્ત્રને સંબધું નહિ થયો હોવા છતાં કેવળ સે જન ઉપર જવા માત્રથી લવણાદિક વસ્તુ અચિત્ત થાય છે તે શી રીતે ? ' તે સમાધાન -જે વસ્તુ જે દેશમાં ઉત્પન્ન થાય છે, તેને તે દેશ ત્યાંનાં હવા પાણી વગેરે માફક આવે છે, તે વસ્તુને ત્યાંથી પદે લઈ જઈએ તે તેને પૂર્વે જે દેશના હવા પાણી વગેરેને પુષ્ટિ આપનાર આહાર મળશે હતે તેને વિચછેદ થવાથી તે વસ્તુ અચિત્ત થાય છે. એક પાત્રમાંથી બીજા પાત્રમાં અથવા એક ધખારમાંથી બીજી વખારમાં એમ વારંવાર ફેકવાથી પણ લવણાદિ વસ્તુ
અચિત્ત થાય છે. તેમજ પવનથી, અગ્નિથી અને રસોડા વિગેરે સ્થાનકને વિષે ધૂમાડો લાગવાથી પણ લવણાદિક -વતુ અચિત્ત શ્રાય છે. વળી હરતાળ, મનશીલ, પીપર, ખજુર, દ્રાક્ષ, હરડે તે વસ્તુ . પણ એ જન ઉપરાંત ગયાથી અસિજ થાય છે એમ જાણવું; પણ એમાં કેટલાક વાપરવા યોગ્ય અને કેટલાક નહિં વાપરવા ગ્ય છે. પીપર હરડે ઈત્યાદિ વાપરવા ગ્ય છે, અને ખજૂર દ્રાક્ષ વગેરે નહિ પરવા ગ્ય છે.