Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૧૧૪] નવિ તેહને થાએ. આતમ ૨૮) [શ્રા. વિ, ઉત્તરાસંગ કરેઈત્યાદિક સિદ્ધાંતનાં પ્રમાણભૂત વચન છે, તેથી ઉત્તરીય વસ્ત્ર અખંડજ રાખવું. બે અથવા તેથી વધારે કકડા સાંધેલા ન રાખવા. “દુકુલ (રેશમી) વસ્ત્ર પહેરીને જન્મદિક કરે તે પણ તે અપવિત્ર થતું નથી.” એ લેક્તિ પૂજાના વિષયમાં પ્રમાણભૂત ન માનવી. પરંતુ બીજા વસ્ત્રની પેઠે દુકુલ વસ્ત્રમાં પણ ભજન, મળ મૂત્ર તથા અશુચિ વસ્તુને સ્પર્શ વર્જ. રેશમી વસ્ત્ર જેમ વપરાય તેમ છેવું, ધૂપ દેવ ઈત્યાદિ સંસ્કાર કરીને પાછું પવિત્ર કરવું. તથા એ પૂજા સંબધી વસ્ત્ર થોડી વાર વાપરવું. પરસેવે, નાકને મળ પ્રમુખ એ વસ્ત્રથી કહેવું નહિ. કારણ કે, તેથી અપવિત્રપણું ઉપજે છે. વાપરેલા બીજા વસ્ત્રથી પૂજાનું વસ્ત્ર જુદું રાખવું. પ્રાયે પૂજાનું વસ્ત્ર પારકું ન લેવું. વિશેષ કરી બાળક, વૃદ્ધ, સ્ત્રીઓ પ્રમુખનું. ૬. ૧૪ સંભળાય છે કે-કુમારપાળ રાજાનું ઉત્તરીય વસ્ત્ર બાહડ મંત્રીને ન્હાના ભાઈ ચાહડે વાપર્યું, ત્યારે રાજાએ કહ્યું કે “નવું વસ્ત્ર મને આપ ચાહડે કહ્યું કે, “આવું નવું વસ્ત્ર તે સવાલક્ષનું બંબેરાપુરીને વિષેજ થાય છે અને તે ત્યાંથી ત્યાંના રાજાએ વાપરેલુંજ અહિં આવે છે.” પછી કુમારપાળે નહિ વાપરેલું એક રેશમી વસ્ત્ર બંબેરાના રાજા પાસે માગ્યું. પણ તે તેણે આપ્યું નહિ. કુમારપાળ રાજાએ રૂષ્ટ થઈ ચાહડને “ઘણુ દ્રવ્યનું દાન ન કરવું” એમ શિખામણ સાથે સન્ય આપી મોકલ્ય. ત્રીજે પ્રમાણે ચાહ ભંડારી પાસે લક્ષ દ્રવ્ય માગ્યું, ત્યારે તેણે આપ્યું નહિ, તેથી તેણે તેને કાઢી મૂકશે, અને યથેચ્છ દાન દઈ