Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
હિ, કૃ] નિશ્ચય સુવિચારો આતમ. (૩૫) [૧૪૧. સ્પશેલું પાણી જિન ઉપર પડે તે પણ દોષ નથી લાગતું, એમ વીસપટ્ટામાં પણ ઉપરના જિનબિંબને સ્પશેલું પાણી નીચેના જિનબિંબને સ્પર્શે છે, તેમાં કાંઈ પૂજા કરનારને કે પ્રતિમા ભરાવનારને નિર્માલ્યતા પ્રમુખને દેશ લાગતું નથી. એમ આચરણ અને યુક્તિઓ શાસ્ત્રોમાં દેખાય છે. બૃહત્ ભાષ્યમાં પણ કહેવું છે કે
કેઈક ભક્તિવંત શ્રાવક જિનેશ્વર ભગવંતની ત્રાદ્ધિ દેખાડવા અને દેવતાઓના આવાગમનને પણ દેખાવ દેખાડવા માટે અષ્ટ મહાપ્રાતિહાર્યના ચિત્ર સહિત પ્રતિમા ભરાવે છે. વળી કેઈક દર્શન, જ્ઞાન, ચારિત્રના આરાધન નિમિત્તે એક પટ્ટકમાં ત્રણ પ્રતિમા ભરાવે છે. કેઈક પંચપરમેષ્ઠિના આરાધન નિમિત્તે એક પટ્ટક ઉપર પાંચ જિનની પ્રતિમા. ભરાવે છે. કેઈક વળી વીસ તીર્થંકરના કલ્યાણક તપના આરાધન નિમિત્તે એક પદક ઉપર ચોવીસે તીર્થકરની ચોવીસી ભરાવે છે. કેઈક વળી અત્યંત ભક્તિની તીવ્રતાથી. અઢીદ્વીપમાં ઉત્કૃષ્ટ કાળે વર્તતા એક સર તીર્થકરની પ્રતિમા એક જ પટ્ટક ઉપર ધનવંત હોય તે ભરાવે છે. તે માટે ત્રણ તીર્થ, પંચતીથી, વીસી ઘણા તીર્થકરોની. પ્રતિમા હોય તે ન્યાયયુક્ત છે. ઈતિ અંગપૂજા અધિકાર.
અગ્રપૂજ અધિકાર-સોનારૂપાના અક્ષત કરાવીને તેથી, કે ઉજ્વળ શાલિ પ્રમુખના અખંડખાથી કે સફેદ. સરસવથી પ્રભુ આગળ અષ્ટમંગલિક કરવાં. જેમ શ્રેણિક રાજા. દરરોજ સેનાના યવથી શ્રીવીરપ્રભુના સન્મુખ જઈ સ્વસ્તિક કરતા હતા. અથવા રતનથી (જ્ઞાન દર્શન, ચારિત્ર) ના.