Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
દિ, કૃ] મમકારાદિક પગથી,
[૧૩૩ સોપારી, નાગરવેલનાં પાન; સેનામહોર, વીંટી, મોદક પ્રમુખ મૂકવાં, ધૂપ ઉખેવ, સુગંધવાસ પ્રક્ષેપ કર, એવા સર્વ કારણ છે, તે બધા અંગપૂજામાં ગણાય છે. બૃહત્ ભાષ્યમાં કહેલું છે “સ્નાત્ર, વિલેપન, આભરણ, વસ્ત્ર, બરાસ, ગંધ, ધૂપ, પુષ્પ આદિથી પૂજા કરવી તે અંગપૂજામાં ગણાય છે, ત્યાં આ વિધિ છે. વચ્ચે કરીને નાસિકાને બાંધી જેમ ચિત્ત સ્થિર રહે તેમ વર્તવું. વળી દેરાસરમાં પૂજા વખતે પિતાના અંગને ખરજ પણ ખણવી નહીં.” બીજા ઠેકાણે પણ કહેવું છે કેઃ “જગદ્ગુરુની પૂજા કરતાં કે સ્તુતિ-સ્તોત્ર ભણતાં, પિતાના શરીરે ખરજ ખણવી કે મુખથી થુંક, બળ નાખવા પ્રમુખ આશાતનાનાં કારણ વજે.”
દેવ–પૂજા કરતી વખતે મુખ્ય વૃત્તિએ તે મૌન જ રહેવું, જે તેમ બની શકે નહીં તે પણ પાપહેતુક વચન તે સર્વથા ત્યજવું; કેમકે, નિશીહિ કહી ત્યાંથી ઘર વ્યાપાર પણ ત્યાગ કરેલા છે, તેથી દોષ લાગે; માટે પાપહેતુક (પાપ લાગે એવી) કાયિક સંજ્ઞા (હાથને લહેક કે આંખનું મચકાવવું આદિ ક્રિયા) પણ વર્જવી. કેમકે, તેથી અનુચિતતાને પ્રસંગ આવવાનો સંભવ રહે છે. ૬. ૧૬ દેવ-પૂજા વખતે સંશા કરવાથી પણ પાપ લાગે છે તે ઉપર જણહાકનું દૃષ્ટાંત :
ધોળકાને વાસી છણહાક નામને શ્રાવક દરિદ્રપણથી ઘીનાં કુડલાં અને કપાસાદિને ભાર વહીને ગુજરાન ચલાવતે હતો. તે ભક્તામરસ્તેત્ર ભણવાને પાઠ એકાગ્રચિતે કરતે