Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૧૧૮] નિજ કર્મને ઘાણે આતમ. (૩૪) [શ્રા. વિ. કરતાં બીજાનું અપમાન ગણાતું નથી તેમ મૂળનાયકની વિશેષ પૂજા કરતાં બીજા જિનબિંબની અવજ્ઞા થતી નથી. - ભગવંતના દેરાસર તથા બિંબની પૂજા જે કરે છે તે તેઓને માટે નથી પણ શુભ ભાવનના નિમિત્ત માટે જ કરે છે. જિન ભવનાદિ નિમિત્તથી આત્માનું ઉપાદાન યાદ આવે છે. વળી અધ જીવને બેધની પ્રાપ્તિ થાય છે. વળી કેટલાક પ્રાણી દેરાસરની સુંદર રચના દેખી બેધ પામે છે. કેટલાક જિનેશ્વર ભગવંતની પ્રશાંત મુદ્રા દેખી, કેટલાએક પૂજા-આંગીને મહિમા દેખીને અને સ્તવનાદિક સ્તવવાથી અને કેટલાએક ઉપદેશની પ્રેરણાથી પ્રતિબંધ પામે છે.
સર્વ પ્રતિમાઓ એકસરખી પ્રશાંતમુદ્રાવાળી હતી નથી, પણ મૂળનાયકની પ્રતિમા તે વિશેષે કરી પ્રશાંત મુદ્રાવાળી જ હોય છે, તેથી ઝટ બોધ પામી શકાય છે. માટે પ્રથમ મૂળનાયકની જ પૂજા કરવી એજ યોગ્ય છે.” એટલા જ માટે ચિત્ય (દેરાસર) કે ઘરદેરાસરની પ્રતિમા. દેશકાળની અપેક્ષાએ જેમ બને તેમ યથાશક્તિયે અતિશય વિશિષ્ટ સુંદર આકારવાળી જ ભરાવવી. ઘર દેરાસરમાં તે પીત્તળ, તાંબા, રૂપા પ્રમુખનાં જિનઘર ( સિંહાસન) હમણાં પણ કરાવી શકાય છે, પણ તેમ ન બની શકે તે હાથીદાંતનાં કે આરસનાં ઘણું જ શેભાયમાન લાગે એવી કેરણ ચિત્રમણવાળા લાગે એવી કેરણી ચિત્રમણવાળાં કરાવવાં. તેમ ન બને તે પણ પીત્તળની જાળી પટાવાળી, હીંગળક પ્રમુખ વિચિત્ર રંગ-ચિત્રામણથી અત્યંત શુભાયમાન, કાષ્ઠનાં પણ કરાવવા તેમજ દેરાસરે તથા ઘરદેરાસરે