Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
દિ. કૃ.]
તેમ તેમ અજ્ઞાની પડે,
[૧૩૭
આદર, ભક્તિ, બહુમાનથી પૂજા કરવી અને બીજા બિંબની થોડી પૂજા કરવી. જો એમજ હોય તે આ મેટી આશાતના છે; એમ નિપુણ બુદ્ધિવાળાના મનમાં આવ્યા વિના રહે જ નહી. જો એમ કેાઈ સમજે તે તેને ગુરુ ઉત્તર આપે છે.—
સર્વ જિનપ્રતિમાઓના પ્રાતિહાય વિગેરે પરિવાર સરખા જ છે. બુદ્ધિવંત પ્રાણીને સ્વામી-સેવકભાવની બુદ્ધિ થતી જ નથી નાયકભાવે તા સ તીર્થંકરા સમાન છતાં પણ સ્થાપના સમયે એવી કલ્પના કરી છે કે, આ તીર્થંકરને મૂળનાયક ગણવા, ત્યારે એજ વ્યવહારથી મૂળનાયક પ્રથમ પૂજાય છે, પરંતુ બીજા તીર્થંકરાની અવજ્ઞા કરવાની બુધિ બીલકુલ છે જ નહીં. એક તીર્થંકરની વંદના, પૂજા કરવાથી કે નૈવેદ્ય ચઢાવવાથી પણ ઉચિત પ્રવૃત્તિમાં પ્રવર્તતા પુરુષાની આશાતના કાંઈ જ્ઞાનીએ ઢીઠી નથી.
જેમ માટીની પ્રતિમાની પૂજા ખરેખર અક્ષત, પુષ્પાદિથી જ કરવી ઉચિત સમજાય છે, પણ જળ, ચંદનાદિકથી કરવી ઉચિત સમજાતી નથી. અને સેના-રૂપાદિક ધાતુની કે રત્ન પાષાણની પ્રતિમાની પુજા જળ, ચંદન, પુષ્પાદિકથી કરવી સમુચિત સમજાય છે, તેવાજ પ્રકારે મૂળનાયકની પ્રતિમાની પૂજા પ્રથમ કરવી પણ સમુચિત સમજાય છે.
જેમ ધવત પ્રાણીની પૂજા કરતાં ખીજા લેાકેાનું અપમાન કર્યું ગણાતું નથી તેમ જે ભગવંતનુ જે દિવસે કલ્યાણુ હોય તે દિવસે તે ભગવ ́તની વિશેષ પૂજા કરતાં કાંઈ બીજા ભગવ'તની પ્રતિમાઓનું અપમાન થતું નથી; કેમકે બીજાની આશાતના કરવાના પરિણામ નથી. ઉચિત પ્રવૃત્તિ