Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
મલાલે
કરવી ન વિલે
૧૩૨]
તે તેનું મલાલે (શ્રા, વિ. ગોશીષચંદનનું વિલેપન અને પ્રભુની આંગી કરવી, ગૌચંદન, કરતુરી પ્રમુખે કરી તિલક કરવાં. પત્રરચના કરવી, વચમાં નાના પ્રકારની ભાતેની રચના કરવી, બહુ મૂલ્યવાળા રત્ન, સુવર્ણ, મેતીનાં આભૂષણ અને સોના-રૂપાનાં ફૂલથી આંગીની શોભનિક રચના કરવી, જેમકે, - શ્રીવાસ્તુપાળ મંત્રીએ પિતાના ભરાવેલા સવા લાખ જિનબિંબને તેમજ શત્રુંજય તીર્થ ઉપર રહેલાં સર્વ જિનબિંબને રત્ન તથા સેનાનાં આભૂષણ કરાવ્યાં હતાં. વળી દમયંતીએ પૂર્વભવમાં અષ્ટાપદ પર્વત ઉપર રહેલા ચોવીસે તીર્થંકરે માટે રત્નનાં તિલક કરાવ્યાં હતાં. એવી રીતે જેમ ભાવવૃદ્ધિ થાય તેમ કરવું એ શ્રેયસ્કારી છે. કહેવું છે કે—ઉત્તમ કારણથી પ્રાયે કરી ઉત્તમ ભાવ થાય છે, તેમ દ્રવ્યપૂજાની રચના અત્યુત્તમ હોય તે ઘણા ભવ્ય પ્રાણીઓને ભાવની અધિકતા થાય છે. એના સિવાય બીજે કાંઈ શ્રેષ્ઠતર ઉપયોગ નથી, માટે એવા કારણને સદાય ખપ કર, જેથી પુષ્ટતર પુણ્ય બંધાય છે.
વળી દેરાસરમાં પૂજા વખતે વિચિત્ર (નાના પ્રકારના) ચંદરવા બાંધવા. ગ્રંથિમ (ફૂલની સાથે ગુંથેલાં), વેષ્ટિમ (સુતરથી વીંટીને હાર પ્રમુખ બનાવેલાં), પુરિમ (પરેવેલાં), સંઘાતિમ (ઢગલા કરવા) રૂપ ચાર પ્રકારનાં વિકસ્વર, કરમાયેલાં નહીં એવાં, વિધિપૂર્વક યુક્તિથી મંગાવેલાં કમળ, જાઈ, જુઈ, કેતકી, ચંપા પ્રમુખનાં ફૂલથી મુકુટ, માળા, શેખરા, પુપપગર (ફૂલનાં ઘર) વિગેરેની રચના કરવી.
જિનેશ્વર ભગવંતના હાથમાં સોનાનાં બીજેરા, નારીયેળ,