Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૧૧ બાહિર યવના બાપડા - પ્રિા. વિ.
ક્યા કર્મથી હું ચંડાલ થયે,” કેવલીએ કહ્યું: પૂર્વભવે તું વ્યવહારી હતું. એક વખતે ભગવાનની પૂજા કરતાં
ભૂમિ ઉપર પડેલું ફૂલ ચઢાવવું નહિં” એમ જાણતા છતાં પણ તે ભૂમિ ઉપર પડેલું ફૂલ અવજ્ઞાથી ભગવાન ઉપર ચઢાવ્યું, તેથી તું ચંડાલ થયે. કહ્યું છે કે જે પુરૂષ એઠું ફળ, ફૂલ અથવા નૈવેદ્ય ભગવાનને અર્પણ કરે, તે પરભવમાં નીચકુળમાં ઉત્પન્ન થવાનું નીચગેત્ર કર્મ બાંધે છે.” તારી માતાએ પૂર્વભવે રજસ્વલા છતાં દેવ પૂજા કરી હતી તે કર્મથી એ ચંડાલણ થઈ” કેવલીનાં એવાં વચન સાંભળી વૈરાગ્યથી પુણ્યસાર રાજાએ દીક્ષા લીધી, આ રીતે અપવિત્રતાથી તથા ભૂમિ ઉપર પડેલાં ફૂલથી દેવપૂજા કરવા ઉપર પુણ્યસાર કથા છે.
આથી ભૂમિ ઉપર પડેલું ફૂલ સુગંધિ હોય, તે પણ તે ભગવાનને ચઢાવવું નહિં અને થોડી અપવિત્રતા હોય તે પણ ભગવાનને અડવું નહિં વિશેષ કરી સ્ત્રીઓએ તે રજસ્વલાની પૂર્ણશુદ્ધિ થયા વિના બિલકુલ પ્રતિમાને સ્પર્શ કર નહિ, કારણકે તેથી મટી આશાતનાને દેષ લાગે છે. પૂજામાં કેટલાં અને કેવાં વસ્ત્ર પહેરવાં? તેમજ કેઈનું પહેલું વસ્ત્ર ન પહેરવું.
હાઈ રહ્યા પછી પવિત્ર, કેમળ અને સુગંધિ - કાવાયિકાદિક વચ્ચે કરી અંગ કહેઈ, પલાળેલું ધોતિયું મૂકી, બીજું પવિત્ર વસ્ત્ર પહેરી, ભીને પગે ભૂમિને સ્પર્શ ન થાય તે રીતે પવિત્ર સ્થાનકે આવવું. ઉત્તર દિશા તરફ સુખ અને ચળકત, નર્સ, પૂરેપૂરું સાંધેલાં ; અને