Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
હિં કૃ નહીં દુબળ હ આતમ.(૨૭) ૨૧ પોતાની ચંદમ, કેસર, પુષ્પ પ્રમુખ સામગ્રી આપીને બીજા માણસ પાસે ભગવાનની અંગભૂજા કરાવવી અને અપૂજા તથા ભાવપૂજા પતે કરવી. શરીર અપવિત્ર હેય તે લાભને અદલે આશાતના થવા સંભવ છે, માટે તેવા પ્રસંગે શાસ્ત્રમાં અંગપૂજા કરવામાં નિષેધ કર્યો છે. કહ્યું છે કે,
જે અપવિત્ર પુરૂષ સંસારમાં પડવાને ભય ન રાખતાં દેવપૂજા કરે છે અને જે પુરૂષ ભૂમિ ઉપર પડેલા ફૂલથી પૂજા કરે છે તે બને ચંડાલ સમ જાણવા.” એ ઉપર નીચે પ્રમાણે દષ્ટાંત છે – . ૧૭ “કામરૂપ નગરમાં એક ચંડાલને ત્યાં પુત્ર થયો. તે થતાંજ તેને પૂર્વભવને વૈરી કોઈ વ્યંતર દેવતા હશે, તેણે તેનું હરણ કરી વનમાં મૂકો. એટલામાં કામરૂપ નગરનો સજા રવાડીએ નીકળે છે. તેણે વનમાં તે બાળકને દીઠે. સજા પુત્રહીન હતું તેથી તેણે તે ગ્રહણ કર્યો, પાળે અને તેનું પુણ્યસાર નામ પાડયું. પુણ્યસાર તરૂણ અવસ્થામાં આ ત્યારે પિતાએ તેને રાજ્ય સેંપીને દીક્ષા લીધી. કેટલેક કાળે કામરૂપ નગરના રાજ કેવલી થઈ કામરૂપ નગરમાં આવ્યા. પુણ્યસાર કેવળીને વંદન કરવા ગયે સર્વ નગરના જને વાંદવા આવ્યા. પુયસારની માતા ચંડાલ પણ ત્યાં આવી. પુણ્યસાર રાજાને જે ચંડાલણના સ્તનમાંથી દૂર ઝરવા લાગ્યું, ત્યારે પુસાર રાજાએ કેવલી ભગવાનને એનું કારણ પૂછ્યું. કેવલીએ કહ્યું: “હે રાજન! આ તારી માતા છે. તું વનમાં પડે હો તે મારા હાથમાં આવ્યું.” પુયસારે પાછું કેવલીને પૂછયું “હે ભગવન્!