Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
જે ભવ દુ:ખ લઈ એ; અમુક ડેલ, ઘડા વિ. તેઉ-ચૂલા, દીવા વિ. વાઉ–પંખા. વિ. વનસ્પતિ-શાક, ફલે વિ. રસ-બેઇઢિયાદિની દયા.
એવી રીતે નિયમ ધાર્યા પછી પચ્ચખાણ કરવાં. તે નવકારશી, રિશી વિગેરે કાલ-પચ્ચકખાણ જે સૂર્યોદય પહેલાં ઉચ્ચર્યું હોય તે શુદ્ધ થાય નહી તે નહી. બાકીનાં પચ્ચકખાણ સૂર્યોદય પછી પણ કરાય છે. નવકારસહી જે સૂર્યના ઉદય પહેલાં ઉચ્ચરેલી હોય તે તે પૂરી થયા પછી પણ પિરસી, સાઢપરસી પ્રમુખ કાળ-પચ્ચકખાણુ પણ જે જે પચ્ચકખાણને એટલે જેટલે કાળ છે તેની અંદર કરાય છે. નમુક્કારસી ઉચ્ચાર કર્યા વગર સૂર્યના ઉદય પછી કાળ પચ્ચક્ખાણ શુદ્ધ થતું નથી. જે સૂર્યના ઉદય પહેલાં નમુક્કારસહી વિના પિરસી આદિ પચ્ચક્ખાણ કર્યા હોય તે તે પચ્ચકખાણુની પૂતિ ઉપર બીજું કાળ પચ્ચકખાણ શુદ્ધ થતું નથી, અને તેની અંદર તે શુદ્ધ થાય છે. એવી રીતે વૃદ્ધ-વ્યવહાર છે. નવકારસહી પચ્ચફખાણનું પ્રમાણ તેના આગાર થડા હોવાથી મુહૂર્તમાત્ર (બે ઘડી)નું છે. અને બે ઘડી કાળ વિત્યા પછી પણ જે નવકાર ગણ્યા વિના ભેજન કરે છે તે તેના પચ્ચક્ખાણને ભંગ થાય છે કેમકે “૩ાપ જે નગુણિ ” એમ પાઠમાં નવકાર ગણવાનું અંગીકાર કરેલું છે.
પ્રમાદને ત્યાગ કરવાવાળાએ ક્ષણમાત્ર પણ પચ્ચખાણ વિના નહીં જ રહેવું. નવકારશી પ્રમુખ કાળપચ્ચખાણું પૂરું થાય તે વખતે જ ગ્રંથસહિતાદિ પચ્ચક્ખાણ કરવાં. રથીસહિત પચ્ચખાણ બહુ વાર ઔષધ ખાવા તથા