Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
હિ, કJ એમ મન સદહીએ. આતમ. (૨૩) [૮૫ લાગવાથી દરેક માસે અઠાવીસ ઉપવાસને લાભ થાય, એમ વૃદ્ધપુરૂષ ગણાવે છે.)જે માટે ઉમચરિય”માં કહે છે કે – , “જે પ્રાણી સ્વભાવથી નિરંતર બે વાર જ ભજન કરે છે તેને દર માસે અઠાવીસ ઉપવાસનું ફળ મળે છે. જે પ્રાણું દરરેજ એક મુહૂર્ત (બે ઘડીવાર) માત્ર ચાર પ્રકારના આહારનો ત્યાગ કરે છે તેને દર માસે એક ઉપવાસનું ફળ મળે છે. અન્ય દેવને ભક્ત જે તપ દ્વારા દસ હજાર વર્ષની આયુઃ સ્થિતિ પ્રાપ્ત કરે છે, તેટલાજ તપથી જિનવનો ભક્ત; પલ્યોપમ કેટી પ્રમાણ આયુ સ્થિતિને દેવલેકમાં પ્રાપ્ત કરે છે. એમ દરજક એ, બે કે ત્રણ મુહુર્તની વૃદ્ધિ કરવાથી એક ઉપવાસ, બે ઉપવાસ અને ત્રણ ઉપવાસનું ફળ બતાવ્યું છે. ” - એવી રીતે યથાશક્તિ જે તપ કરે તેને તેવું ફળ બતાવ્યું છે. એ યુક્તિપૂર્વક ગ્રંથસહિત પચ્ચક્ખાણ ફળ ઉપર પ્રમાણે સમજવું.
જે જે પચ્ચકખાણ કરેલાં હોય તે તે વારંવાર યાદ કરવાં. તેમજ જે જે પચ્ચખાણ હેય તેને વખત પૂરી થવાથી આ અમુક પચ્ચક્ખાણ પૂરું થયું એમ વિચારવું. વળી ભેજન વખતે પણ યાદ કરવું. જે ભેજન વખતે પચ્ચક્ખાણને યાદ ન કરે તે કદાપિ પચ્ચકખાણને ભંગ થાય. અશન, પાન, ખાદિમ, અસ્વાદમનું સ્વરૂપ–
૧ અશન-અન્ન, પફવાન માંડા, સાથુઓ વિગેરે જે ખાવાથી સુધા (ભૂખ) શમે તે અશન કહેવાય. ૨ પાન -છાસ, મદિરા, પાણી તે પાણું કે પાન કહેવાય. ૩ ખાદિમ