Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
કિ] સમક્તિ મુનિ ભાવે;
[૧૫ સરળ, ગાંઠ વિનાનું, સારે કૂ થાય એવું, પાતળી અણીવાળું, દશ આંગળ લાંબું, કનિષ્ઠા આંગળીની ટોચ જેટલું જાડું, અને જાણીતા વૃક્ષનું દાતણ રાખવું. કનિષ્ઠિકા અને અનામિકા આંગળીની વચ્ચે લઈને દાતણ કરવું. તે વખતે જમણું અથવા ડાબી દાઢના તળે ધીમેથી ઘસવું. દાંતના પારાને–મૂળને પીડા ઉપજાવવી નહીં. સ્વસ્થ થઈ ઘસવામાં મન રાખવું. દાતણ કરતાં વાતચિત કરવી નહિ દાતણ કરતી વખતે પોતાનું મોઢું ઉત્તર અથવા પૂર્વદિશા ભણું રાખવું. બેસવાનું આસન સ્થિર રાખવું. અને ઘસતી વખતે મૌન રહેવું દુધવાળું, પિચું, સૂકાયેલું, મીઠું, ખાટું અને ખારૂં એવું દાતણ ન કરવું. વ્યતિપાત, રવિવાર, સૂર્ય સંક્રાંતિ, ચંદ્ર સૂર્યનું ગ્રહણ, નેમ, આઠમ, પડ, ચૌદશ, પૂનમ, અને અમાસ એ છ દિવસને વિષે દાતણ કરવું નહિ. દાતણ ન મળે તે બાર કોગળા કરીને મહું સાફ કરવું, અને જીભ ઉપરની ઉલ તે દરરોજ ઉતારવી. તે જીભ સાફ કરવાની પટ્ટીથી અથવા દાતણની ચીરીથી ધીરે ધીરે જીભ ઘસીને ઉતારવી અને આગળ ચેખા સ્થળને વિષે દાતણ ફેકી દેવું. દાતણ પિતાની સામું અગર શાંત દિશામાં કે ઊંચુ રહે તે સુખને અર્થે જાણવું, અને એથી બીજી કઈ રીતે પડે તે દુઃખને અર્થે સમજવું. ક્ષણમાત્ર ઊચું રહીને જે પડી જાય છે, તે દિવસે મિષ્ટાન્નને લાભ મળે છે એમ શાસ્ત્રના જાણ કે. કહે છે. ખાંસી, શ્વાસ, જવર, અજીર્ણ, શક, તૃષ્ણા, મોટું આવવું વિગેરે જેને દર્દ થયું હોય, અથવા જેને માથાને,