Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
દિ કી તેહ ચરણ વિચારેક, દુવિહાર પ્રમુખમાં ન કલ્પે એ વ્યવહાર છે. નાગપુરીય ગચ્છના ભાષ્યમા કહે છે કે દ્રાક્ષનું પાણી તે પાણી (પાન), અને ગેળ વિગેરેને સ્વાદિમ એમ સિદ્ધાંતમાં કહેલ છે તે પણ તૃપ્તિ કરનાર હોવાથી વાપરવાની આજ્ઞા આપી નથી. તે સ્ત્રી-સંગ કરવાથી ચોવિહાર ભાંગતું નથી, પણ બાળક પ્રમુખના હોઠના ચર્વણથી ચેવિહાર તિવિહાર ભાગે છે. દુવિહારવાળાને કલ્પ છે. કેમકે પચ્ચકખાણ જે છે તે લેમ આહાર-(શરીરની ત્વચાથી શરીરમાં આહારનું પ્રવેશ થવું) થી નથી, પણ ફક્ત કવળ આહાર (કેળીયા કરી મુખમાં આહાર પ્રવેશ કરાવાય છે) તેનું જ પચ્ચક્ખાણ કરાય છે. જે એમ ન હોય તે ઉપવાસ, આંબિલ અને એકાસણમાં પણ શરીર તેલ મર્દન કરવાથી કે ગાંઠ ગુમડા ઉપર આટાની પોટીસ પ્રમુખ બાંધવાથી પણ પચ્ચકખાણ ભંગ થવાને પ્રસંગ આવશે, પણ તે તે વ્યવહાર નથી. વળી લેમ આહારનો તે નિરંતર સંભવ થયાજ કરે છે, ત્યારે પચ્ચક્ખાણું કરવાના અભાવનો પ્રસંગ આવશે. આ અણહાર ચીજોનાં નામ લીંબડાનું પંચાંગ (મૂળ, પત્ર, ફૂલ, ફલ અને છાલ) પેસાબ, ગળો કડુ, કરિયાતું, અતિવિષ, કુડો, ચીડ, ચંદન, રાખ, હળદર, રોહિણી (એક જાતની વનસ્પતિ છે), ઊપલેટ, ઘેડાવજ, ત્રિફળા, બાવળીઆની છાલ (કેઈક આચાર્ય કહે છે), ધમાસો, નાવ્ય (કેઈક દવા છે), આસંઘ, રીંગણ (ઉભી બેઠી), એળીયે, ગુગળ, હરડેદળ, વણ કપાસનું (ઝાડ), બેરડી, કચેરી, કેરડા મૂળ, પંઆડ, બેડાડી, આછી, મજીઠ, શ્રા. ૭