Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૨૮] તેમ જે જીવ સ્વભાવ, [શ્રા. વિ. વિરતિધારેને દેવે પણું નમસ્કાર કરે છે? ' રાત્રિ પ્રતિક્રમણ કરનારે પચ્ચકખાણને ઉચ્ચાર કરતાં પહેલાં સચિત્તાદિ ચૌદ નિયમ લેવા જોઈએ. પ્રતિક્રમણ નહિ કરનારે પણ સૂર્યોદયની પહેલાં ચૌદ નિયમ ગ્રહણ કરવા જોઈએ. શક્તિ મુજબ નવકારસી, ગંઠી સહિઅર બિયાસણું, એકાસણું, ઈત્યાદિ પચ્ચખાણ કરવું, તથા સચિત્ત દ્રવ્યને અને વિગય વગેરેને જે ચૌદ નિયમ ધારેલા હોય, તેને દેશાવકાશિક પચફખાણ કરવું. વિવેકી. પુરૂષે પહેલાં ગુરૂની પાસે યથાશક્તિ સમક્તિ મૂળ બારવ્રત રૂ૫ શ્રાવકધર્મનું ગ્રહણ અવશ્ય કરવું. કારણકે, તેમ કરવાથી ચારિત્રને લાભ થવાને સંભવ રહે છે.
ચારિત્રનું ફળ ઘણું મેટું છે, મન વચન કાયાના વ્યાપાર ચાલતા ન હોય, તે પણ અવિરતિથી નિગેદિયા વગેરે જીવની પેઠે ઘણું કમબંધ અને બીજા મહાદોષ થાય છે. વધુમાં જે ભવ્ય જીવ ભાવથી વિરતિને (દેશવિરતિને કે સર્વવિરતિને) અંગીકાર કરે, તેને વિરતિ કરવાને અસમર્થ એવા દેવતાઓ પણ ઘણી પ્રશંસા અને નમસ્કાર કરે છે. વસ્તુને ત્યાગ કર્યા છતાં પચ્ચખાણ ન કર્યું હોય તે ફળ મળતું નથી –
એકેન્દ્રિય જીવો કવલ આહાર કરતા નથી, પણ તેમને ઉપવાસનું ફળ મળતું નથી, એ અવિરતનું ફળ જાણવું. એકેન્દ્રિય મન વચન કાયાથી સાવધ વ્યાપાર કરતા નથી, તે પણ તેમને ઉત્કૃષ્ટથી અનંતકાળ સુધી તે