Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
Go]
પ્રખી વાય અભાવ. શ્રી. (૧૭) [શ્રા વિ તનિયમના પાલનમાં ચાખવટ અને સાવધાનતા આ સ્થળે શ્રાવકે અને શ્રાવિકાએ પોતાની ઈચ્છાથી પરિમાણ કેટલું રાખવુ’? તેની સવિસ્તર ન્યાયખ્યા કરવી જોઈ એ. જેથી સારી પેઠે સમજી ઈચ્છા માફક પરિમાણુ રાખી, નિયમના સ્વીકાર કરવામાં આવે તેા તેના ભંગ ન થાય. નિયમે વિચાર કરીને એવી રીતે લેવા કે, જેથી આપણે પાળી શકીએ. સર્વાં નિયમેામા સહસાનાભાગાદિ (અન્નત્થણાભાગેણ સહસાગારેણુ, મહત્તરાગારેણુ' સવ્વસમાહિવત્તિયાગારેણં, ચાર આગાર છે અને તે એટલા માટે રાખવામાં આવ્યા છે કે અનુપયેાગથી અથવા સહસાત્કારાદિકથી નિયમમાં રાખેલી વસ્તુ નિયમથી વધારે લેવાય, પણ નિયમના ભંગ થતા નથી, પણ અતિચાર થાય છે, આમ છતાં જાણી જોઇને નિયમ કરતાં વધારે લેશમાત્ર ગ્રહણ કરે તે નિયમના ભંગ થાય છે. કોઈ સમયે પાપકર્મના વશથી જાણતાં નિયમના ભંગ થાય, તાપણ ધમાંથી જીવે તે નિયમ પછીથી પણ અવશ્ય પાળવા. પાંચમ અને ચૌદશ ઈત્યાદિ પવતિથિએ જેણે ઉપવાસ કરવાના નિયમ લીધા હોય તેને કોઈ સમયે તપસ્યાંની તિથિએ બીજી તિથિએ શ્રાંતિ વગેરે થવાથી, જો, સૂચિત જળપાન, તાંબૂલ લક્ષણ, ઇત્યાદિ ભાજન વગેરે થાય, અને પછી તપસ્યાના દિવસ જણાય, તે સુખમાં ફળીએ હાય તે પણ ગળી જવા નહી. પરતુ તે કાઢી નાંખીને પ્રાસત જળથી સુખશુદ્ધિ કરવી અને તપસ્યાની રીતિ પ્રમાણે રહેવુ. જો કદાચિત્ ભ્રાંતિથી તપસ્યાને દિવસે પૂરેપૂરું
=