Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
દિ. ક] નવિ ધરે લોક વિશ્વાસ રે; (૭૮, અને મિત્રરાજાઓ સહિત સિદ્ધાચળની યાત્રા કરવા નીકળે. પિતાના કુકર્મથી કચવાતે ચંદ્રશેખર પણ યાત્રાએ સાથે નીકળે. તીર્થરાજના દર્શન પૂજન કરી પાવન થયા અને શુકરાજે “જે પરમપાવન ગિરિરાજના ધ્યાનથી શરુ ને જીત્યો માટે આનું નામ શત્રુંજય તેમ શેષણપૂર્વક પ્રસિદ્ધ કર્યું. આદીશ્વર ભગવાનના દર્શન અને પૂજન કરવાથી શુદ્ધભાવની વૃદ્ધિ થતાં ચંદ્રશેખરને પિતાના પાપને અત્યંત પશ્ચાતાપ થવા લાગ્યા. તે અવસરે મહોદય નામના મુનિરાજના મુખે “અહિ તીવ્ર તપસ્યાથી ગમે તેવાં પાપ નાશ પામે છે. તે વચન સાંભળી વરાગ્યરંગિત થઈ તેણે તેમની પાસે દીક્ષા ગ્રહણ કરી ઉગ્ર તપસ્યા કરી. અંતે તીર્થમાં કરેલ શુદ્ધ તપના પ્રભાવે ભગિનીભક્તા ચંદ્રશેખર છેવટે કેવળજ્ઞાન પામી મુક્તિ સુખને પામ્યા.
શુકરાજે વિમળાચળમાં રથયાત્રા અને સાધર્મિક વાત્સલ્ય વગેરે કરવાપૂર્વક વિવિધ રીતે શાસનની ઉન્નતિપૂર્વક તીર્થયાત્રા કરી. શકરાજને છેવટે પદ્માવતીથી પદ્માકર અને વાયુવેગાથી વાયુસાર પુત્ર થયે. પદ્માકરને રાજ્ય વાયુસારને યુવરાજ પદ આપી બે સ્ત્રીઓ સાથે વૈરાગ્યરંગિત થઈ શકરાજે દીક્ષા ગ્રહણ કરી. શુકરાજ દીક્ષા બાદ શત્રુંજય તીર્થ યાત્રાર્થે ગયા અને ત્યાં શત્રુંજય તીર્થ ઉપર જેમ ચઢતા ગયા તેમ હૃદયમાં શુકુલધ્યાનમાં આગળ વધતાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. પછી ચિરકાળ વિચારી શકરાજ અને તેની બે સ્ત્રીઓ મોક્ષ સુખને પામી. શત્રુંજય નામની પ્રસિદ્ધિ કરનાર શંકરાજે