Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
પ૪] મિથ્યાદ્રષ્ટિ રે અંધ શ્રી. (૧૩) [શ્રા. વિ. ઈત્યાદિકને પિતાની શુન્ય (શ્વાસોશ્વાસ રહિત) નાસિકાના ભાગમાં રાખવા. કાર્યસિદ્ધિની ઈચ્છા કરનારા પુરુષોએ સ્વજન, પોતાને સ્વામી, ગુરુ તથા બીજા પોતાના હિતચિંતક એ સર્વ લેકને પિતાની જે નાસિકા વહેતી હેય, તે નાસિકાના ભાગમાં રાખવા. પુરુષે બિછાના ઉપરથી ઉઠતાં જે નાસિકા પવનના પ્રવેશથી પરિપૂર્ણ હોય, તે નાસિકાના ભાગને પગ પ્રથમ ભૂમિ ઉપર મૂકવે.” નવકાર ગણવાને વિધિ
શ્રાવકે ઉપરોક્ત વિધિથી નિદ્રાને ત્યાગ કરીને પરમ મંગલને અર્થે બહુમાનપુંક નવકાર મંત્રનું વ્યક્ત વર્ગ ન સંભળાય (કોઈ બબર ન સાંભળે) એવી રીતે સ્મરણ કરવું. કહ્યું છે કે–“બિછાના ઉપર બેઠેલા પુરૂષે પંચપરમેષ્ટિનું ચિંતવન મનમાં કરવું. એમ કરવાથી સુતેલા માણસના સંબંધમાં અવિનયની પ્રવૃત્તિ રોકાય છે.” બીજા આચાર્યો તે “એવી કઈ પણ અવસ્થા નથી કે, જેની અંદર નવકાર મંત્ર ગણવાને અધિકાર નથી, એમ માનીને “નવકાર હમેશ માફક ગણવે” એમ કહે છે.” આ બને તે પ્રથમ પંચાશકની વૃત્તિમાં કહ્યા છે. શ્રાદ્ધદિનકૃત્યમાં તે એમ કહ્યું છે કે, “શય્યાનું સ્થાનક મૂકીને નીચે ભૂમિ ઉપર બેસી ભાવબંધુ તથા જગનાનાથ નવકારનું સ્મરણ કરવું.” યતિદિનચર્યામાં તે આ રીતે કહ્યું છે કે, “રાત્રિને પાછલે પહેરે બાળ, વૃદ્ધ ઈત્યાદિ સેવે લેકે જાગે છે. માટે તે સમયે ભવ્ય જીવ સાત આઠ વાર નવકાર મંત્ર કહે છે. એવી રીતે નવકાર ગણવાને વિધિ જાણ.