Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
મૃગમાં પશ્મિલ મમ શ્રી (૧૨)
[ા. વિ. રાત્રે જો કાંઈ બીજા કોઈ ને કામકાજ જણાવવું પડે તે, તે બહુજ ધીમા સાદે જણાવવુ ઊંચા સ્વરથી ખાંસી, ખુ’ખાર, હુંકાર અથવા કૈાઈ પણ શબ્દ ન કરવા, કારણ કે તેમ કરવાથી ગરાળી વગેરે હિંસક જીવ જાગે અને માખી પ્રમુખ ક્ષુદ્ર જીવાને ઉપ કરે, તથા પડેશના લોકો પણ જાગૃત થઈ પાત પેાતાના કાર્યોના આરભ કરવા લાગે. જેમકે, પાણી લાવનારી તથા રાંધનારી સ્ત્રી, વેપારી, શાક કરનાર, મુસાફર, ખેડૂત, માળી, રહે.ટ ચલાવનાર, ઘરě પ્રમુખ યંત્રને ચલાવનાર, સલાટ, ઘાંચી, ધેાખી, કુંભાર, લુહાર, સુથાર, જુગારી, શસ્ત્ર તૈયાર કરનાર, કલાલ, માછી, કસાઈ, શિકારી, ઘાતપાત કરનાર, પરસ્ત્રીગમન કરનાર, ચાર, ધાડ પાડનાર, ઇત્યાદિ લેાકેાને ધરપરાએ પાત પાતા નિધ વ્યાપારને વિષે પ્રવૃત્તિ કરાવવાના તથા બીજા પણ નિરર્થક અનેક દોષ લાગે છે. શ્રીભગવતી સૂત્રમાં કહ્યું છે કે “ ધમી` પુરૂષા જાગતા અને અધમી પુરૂષા સુતા હોય તે સારા જાણવા. એમ વત્સદેશના રાજા શતાનિકની બહેન જય'તીને શ્રીમહાવીરસ્વામીએ કહ્યુંછે, ’ કુઈ નાડી અને તત્ત્વથી શુ'લાભ થાય તેના વિચાર,
નિદ્રા જતી રહે, ત્યારે સ્વરશાસ્ત્રના જાણ પુરુષે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ એ પાંચે તત્ત્વમાં કયુ તત્ત્વ શ્વાસેશ્વાસમાં ચાલે છે? તે તપાસવુ. કહ્યુ છે કેપૃથ્વીતત્ત્વ અને જળતત્ત્વને વિષે નિદ્રાના ત્યાગ કરવા શુભકારી છે, પણ અગ્નિ વાયુ અને આકાશ તત્ત્વાને વિષે
૫૦]