Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
દિ કુ] આણી હૃદય વિવેક ' નજપ
સમાધાન: ઉપર કહેલા ચાર ભેદ શ્રાવકને સાધુની સાથે જે વ્યવહાર છે તેને આશ્રયિ જાણવા.
શંકાઃ ઉપર કહેલા શ્રાવકના ભેદ તમે કહેલા ભેદમાંના કયા ભેદમાં સમાય છે?
સમાધાન : વ્યવહારનયને મતે આ (ઉપર કહેલા ભેદો) ભાવ શ્રાવક જ છે. કેમકે, તેવા પ્રકારને વ્યવહાર છે. નિશ્ચયનયને મતે શેક્ય સમાન અને ખટક સમાન. મિથ્યાષ્ટિ સરખા દ્રવ્યશ્રાવક અને બાકી રહેલા સર્વે ભાવશ્રાવક જાણવા. આ ભેદની સમજ આ રીતે છે. સાધુનાં જે કાંઈ કાર્ય હાય, તે મનમાં વિચારે, વખતે સાધુને કાંઈ પ્રમાદ દીઠામાં આવે, તે પણ તે સાધુ ઉપરથી સબ ઓછો ન કરે, અને જેમ માતા પિતાના બાળક ઉપર તેમ જે મુનિરાજ ઉપર અતિશય હિતવત્સલ પરિણામ રાખે, ૧ તે શ્રાવક માતા પિતા સરખે જાણ. જે શ્રાવક સાધુ ઉપર મનમાં તે ઘણે રાગ રાખે, પરંતુ બહારથી વિનય સાચવવામાં મંદ આદર દેખાડે, પણ સાધુને કઈ પરાભવ કરે, તે તે સમયે તરત ત્યાં જઈ મુનિરાજને સહાય કરે ૨ તે શ્રાવક બંધુ સરો જાણ. જે શ્રાવક પિતાને, મુનિના સ્વજન કરતાં પણ અધિક ગણે અને કાંઈ કામકાજમાં મુનિરાજ એની સલાહ ન લે તે અહંકારથી રોષ કરે, ૩ તે શ્રાવક મિત્ર સરખો જાણુ. જે ગવષ્ઠ શ્રાવક, સાધુના મિબેયા કરે, સાધુની પ્રમાદથી થએલી ભૂલ હમેશાં