________________
૧૧૨
પ્રતિમાશતક | શ્લોક : ૭૦-૭૧
શ્રાવિકા નથી અને કોઈ અપુનબંધક નથી. જે દેખાય છે તે બધા ઇન્દ્રજાળ જેવા છે; કેમ કે અવિધિથી કરાયેલ પ્રતિમા પૂજનીય નથી તેમ કહેવામાં આવે તો અવિધિથી કરાતા સાધ્વાચાર, શ્રાવકાચાર કે અપુનબંધકાદિની ઉચિત ક્રિયાઓ જે પ્રકારે શાસ્ત્રમાં કહેલી છે, તેવી દેખાતી નથી; માટે વર્તમાનમાં સાધુશ્રાવક-શ્રાવિકા કે અપુનબંધક-માર્ગાનુસારી કોઈ નહિ હોવાથી ચતુર્વિધ સંઘ નથી, તેમ માનવાનો પ્રસંગ આવશે.
અહીં પૂર્વપક્ષી વૃષોદ અર્થાત્ ધર્મસાગરજી મ. સા. કહે કે પ્રતિમાને પૂજનીય સ્થાપવા માટે તમે યુક્તિ આપી નથી, પરંતુ આ પ્રતિબંદિ ઉત્તર આપ્યો અને તે કાંઈ ઉત્તર નથી કે જેથી પ્રતિમા પૂજનીય છે તેમ સિદ્ધ થાય. ફક્ત તમારા ઉત્તરથી એ સિદ્ધ થાય છે કે જો અવિધિના કારણે પ્રતિમા અપૂજનીય છે એમ સ્વીકારીએ તો વર્તમાનમાં સાધુ-શ્રાવક આદિના અસ્વીકારની આપત્તિ આવે; પરંતુ એટલા માત્રથી અવિધિથી કરાયેલી પ્રતિમા પૂજનીય છે તેમ સિદ્ધ થાય નહિ. તેને ગ્રંથકારશ્રી કહે છે –
આ ઉત્તર નથી એમ ન કહેવું; કેમ કે ચતુર્વિધ સંઘના અપલાપની જે આપત્તિ આવે છે, તેનું સમાધાન તમે જે રીતે કરશો તે જ સમાધાન પ્રસ્તુત પ્રતિમામાં પ્રાપ્ત થશે.
આશય એ છે કે જે જીવો આરાધક છે, તેઓ પણ સંયમ ગ્રહણ કરીને કાળદોષના કારણે ઘણા અતિચારોને સેવે છે, અને આરાધક શ્રાવકો પણ પૌષધ આદિ ક્રિયાઓ કરે છે છતાં કાળદોષને કારણે વિધિમાં દઢ યત્ન કરી શકતા નથી, અને અપુનબંધકાદિ જીવો પણ માર્ગાનુસારીના પાંત્રીસ ગુણો બતાવ્યા છે, તેવી ઘણી ઉચિત આચરણાઓ કાળદોષને કારણે કરી શકતા નથી; તોપણ જે જીવોને વિધિ પ્રત્યેનો પક્ષપાત છે તેવા સાધુઓ કે શ્રાવકો વગેરે અવિધિથી સાધ્વાચાર કે પૌષધાદિ કરવા છતાં વારંવાર વિધિ પ્રત્યેના પક્ષપાતને કારણે કાંઈક યત્ન પણ કરે છે, અને પોતે કરેલી અવિધિની અનુમોદના કરતા નથી, પરંતુ નિંદા-ગર્યા કરે છે. તેવા સાધુઓ કે શ્રાવકો આદિથી ચતુર્વિધ સંઘ વર્તમાનમાં પણ છે, તેવું સમાધાન જો પૂર્વપક્ષી કરે તો તે જ રીતે ભગવાનની પ્રતિમાને વિધિપૂર્વક કરાવવાની વૃત્તિવાળા જીવો અવિધિથી પ્રવૃત્તિ કરતા હોય તો પણ તે ભગવાનની પ્રતિમા પૂજનીય છે તેમ માનવું પડે; કેમ કે કાળદોષને કારણે જીવોમાં તેવું સત્ત્વ નથી કે પરિપૂર્ણ વિધિપૂર્વક યત્ન કરી શકે, તોપણ વિધિના પક્ષપાતથી કરાયેલી પ્રવૃત્તિ ધર્મરૂપ છે માટે તેને ઇન્દ્રજાળ જેવી કહેવી તે ઉચિત નથી. ll૭ell અવતરણિકા -
तदाह -
અવતરણિકાર્ય :
તેને કહે છે–પૂર્વે શ્લોક-૭૦માં કહ્યું કે વર્તમાનમાં યતિધર્મ, પૌષધાદિ ક્રિયાઓ પણ અવિધિથી થાય છે, છતાં ચતુર્વિધ સંઘ છે. તેથી તેની સંગતિ માટે જે સમાધાન પૂર્વપક્ષી આપે તે જ પ્રતિમા માટે પણ સમાધાન છે. તેને ગ્રંથકારશ્રી કહે છે –