________________
૧૪૫૩
પ્રતિમાશતક | શ્લોક : ૯૩ નિશ્ચયનયની પર્યાલોચનામાં વિચારણામાં, સરાગચારિત્રકાલીન યોગો જ સ્વર્ગના હેતુ છે, ચારિત્ર સ્વર્ગનો હેતુ નથી; કેમ કે ઘીના દાહકપણાની જેમ અગ્નિથી ઉષ્ણ થયેલ ઘીના દાહકપણાની જેમ, વ્યવહારનયથી જ ચારિત્રની સ્વર્ગજનકપણાની ઉક્તિ વચન, છે, એથી વિશેષ છે=ચારિત્રમાં અને દ્રવ્યસ્તવમાં ભેદ છે અર્થાત્ ચારિત્ર ઉપચરિત વચનથી સ્વર્ગનો હેતુ કહેવાય છે, પરંતુ નિશ્ચયનયથી તો શિવનો હેતુ છે જ જ્યારે દ્રવ્યસ્તવ તો સ્વર્ગનો હેતુ છે, એ પ્રકારનો દ્રવ્યસ્તવ અને ચારિત્ર વચ્ચેનો ભેદ છે, એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો તેને ગ્રંથકારશ્રી કહે છે – પૂર્વપક્ષીનું આ કથન બરાબર નથી; કેમ કે દ્રવ્યસ્તવના સ્થળમાં પણ નિશ્ચયથી યોગોનું જ સ્વર્ગહેતુપણું છે, મોક્ષના હેતુ એવા દ્રવ્યસ્તવનું નહિ, એ પ્રમાણે કહેવા માટે શક્યપણું છે.
અહીં પ્રશ્ન થાય કે દ્રવ્યસ્તવના સ્થળમાં યોગો જ સ્વર્ગના હેતુ છે અને વ્યસ્તવ મોક્ષનો હેતુ છે, તેમ કેમ કહી શકાય ? તેમાં હેતુ કહે છે –
ના િ... અતિત્વો, દાનાદિ ક્રિયામાં પણ સમ્યક્ત્વના અનુગમથી જનિત અતિશય કારણે મુક્તિના હેતુપણાની ઉક્તિ છે. તેથી અર્થથી દાનાદિ ક્રિયા તુલ્ય દ્રવ્યસ્તવની ક્રિયા પણ સમ્યકત્વના અનુગમથી જનિત અતિશયને કારણે મુક્તિનો હેતુ છે, એમ સંબંધ છે.
તડુમ્ - H=દાનાદિ ક્રિયા પણ સમ્યક્ત્વના અનુગમથી જનિત અતિશયને કારણે મુક્તિનો હેતુ છે તે, વિંશિકામાં કહેવાયું છે –
“રાળરૂઆ૩ ..... પરાગો " | જે કારણથી પ્રકૃષ્ટ જ એવી આ દાનાદિ ક્રિયાઓ પણ ખરેખર મોક્ષફળવાળી થાય છે. તે કારણથી, વળી આ હોતે છતે જ=સમ્યકત્વ હોતે છતે જ. દાનાદિ ક્રિયાઓ શુદ્ધ થાય છે.
તથા ૨ ..... રૂતિ છે અને તે રીતે દાનાદિ ક્રિયાસ્થાનીય દ્રવ્યસ્તવ પણ સમ્યક્ત્વના અનુગમથી જતિત અતિશયને કારણે મુક્તિનો હેતુ છે તે રીતે, ત્યાં પણ=દ્રવ્યસ્તવમાં પણ, નિશ્ચયથી= નિશ્ચયનયથી, યોગોનું જ સ્વર્ગહેતુપણું અવશેષ રહે છે.
ત્તિ શબ્દ અથથી કરાયેલા પૂર્વપક્ષીની શંકાના નિરાકરણની સમાપ્તિસૂચક છે.
પૂર્વમાં પૂર્વપક્ષીએ કહેલ કે ચારિત્ર યોગોને આશ્રયીને સ્વર્ગનો હેતુ છે, અને ચારિત્રઅંશને આશ્રયીને મોક્ષનો હેતુ છે. તેને ગ્રંથકારશ્રીએ કહ્યું કે દ્રવ્યસ્તવમાં પણ તેની જેમ જ કહી શકાશે કે યોગોને આશ્રયીને દ્રવ્યસ્તવ સ્વર્ગનો હેતુ છે, અને સમ્યકત્વના અનુગમથી જનિત પરિણામને આશ્રયીને મોક્ષનો હેતુ છે. ત્યાં પૂર્વપક્ષી કહે કે ચારિત્ર ઉપયોગરૂપ છે, તેથી યોગથી ભિન્ન પ્રાપ્ત થાય છે; અને પૂજા-દાનાદિ ક્રિયારૂપ છે, માટે યોગથી ભિન્ન પ્રાપ્ત થતાં નથી. માટે ચારિત્ર અને પૂજાદાનાદિ બંને સમાન રીતે મોક્ષનાં કારણ છે, તેમ કહી શકાય નહિ. તે બતાવવા અર્થે પૂર્વપક્ષી કહે છે –
ચારિત્ર ... રૂછાયુયોરૂપત્ની I શુદ્ધ ઉપયોગરૂપ ચારિત્ર યોગોથી ભિન્ન છે, એથી ઉક્ત નિશ્ચયનયના વિવેકની ઉપપત્તિ છે=પૂર્વમાં કહેલ કે શિવના હેતુ ભવના હેતુ નથી; કેમ કે શિવના હેતુને ભવના હેતુ સ્વીકારવાથી હેતુના સંકરનો પ્રસંગ છે, એ પ્રકારના પૂર્વમાં કહેવાયેલા નિશ્ચયનયના