________________
પ્રતિમાશતક | શ્લોક : ૯૫
૧૪૮૩
ગાથાનું અવલંબન લઈને એ પ્રકારનો દ્રવ્યાસ્તિકનયનો ધર્મ પણ દ્રવ્યસ્તવમાં સંગત જ છે એમ સ્થાપન કર્યું.
ત્યાં વિચારકને પ્રશ્ન થાય કે દ્રવ્યસ્તવમાં શ્રાવકો ભગવાનની ભક્તિમાં ઉપયોગવાળા હોય છે ત્યારે, સદા વિતરાગગુણના લયાત્મક ઉપયોગવાળા હોતા નથી. તેથી પૂજાકાળમાં વીતરાગગુણના લયાત્મક ઉપયોગને આશ્રયીને દ્રવ્યસ્તવમાં ધર્મત્વ છે, અને અન્ય પ્રકારના ભગવાનના ભક્તિના ઉપયોગને આશ્રયીને અધર્મત્વ છે, તેથી દ્રવ્યસ્તવમાં ધર્મ અને અધર્મના સંકરની પ્રાપ્તિ છે, તેનું વારણ થઈ શકે નહિ.
આ પ્રકારની શંકામાં કોઈ કહે કે ભગવાનની પૂજા પ્રશાંતભાવથી કરવાની છે, તેથી કોઈ શ્રાવક પ્રશાંતભાવથી પૂજા કરતી વખતે પણ ક્યારેક અપ્રશાંતભાવવાળા થાય તેને આશ્રયીને પૂજામાં ધર્મ-અધર્મનું સંકર છે, તેમ કહી શકાય નહીં. તેના નિવારણ માટે કહે છે –
પ્રશાંત અધિકારમાં પણ નયદ્રયનો નિર્દેશ યુક્ત હોય તો પ્રશાંતવાહિતાખ્યપર્યાયનો જ દ્રવ્યસ્તવમાં નિવેશ કરાયે છતે પ્રાગુક્ત પહેલાં કહેવાયેલ, અભેદ પ્રાપ્ત થાય, અર્થાત્ પ્રશાંતવાહિતાખ્યપર્યાયપરિણતભાવને આશ્રયીને ભાવગ્રાહી પર્યાયાસ્તિકનયથી દ્રવ્યસ્તવને ધર્મ કહ્યા પછી ફરી દ્રવ્યાસ્તિકનયથી પણ દ્રવ્યસ્તવને ધર્મ કહેવા માટે પ્રશાંતવાહિતાનો આશ્રય લેવાથી તે બે નયોનો અભેદ જ પ્રાપ્ત થાય છે. તેથી દ્રવ્યસ્તવમાં ધર્માધર્મરૂપ સંકર દોષ દૂર કરવા માટે પ્રશાંતવાહિતા પર્યાયનો નિવેશ થઈ શકે નહીં. માટે પૂર્વમાં કહેલ સંકર દોષનું નિવારણ થઈ શકે નહીં. તેથી ઉભયનયથી દ્રવ્યસ્તવમાં ધર્મનું કથન થઈ શકે નહીં.
અહીં કોઈ કહે કે ધર્મ શું દ્રવ્ય છે ? કે પર્યાય છે ? એ પ્રકારની જિજ્ઞાસામાં દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનય એમ ઉભયથી ઉત્તર અપાય છે. માટે દ્રવ્યસ્તવમાં પણ દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિકનયથી ધર્મનું કથન સ્વીકારવામાં વિરોધ નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે –
લક્ષણ અધિકારમાં આ ઉપયોગી નથી અર્થાત્ દ્રવ્યસ્તવમાં ધર્મનું લક્ષણ ઘટે છે કે નથી ઘટતું ? એ પ્રકારના લક્ષણનો અધિકાર ચાલતો હોય ત્યારે, ધર્મ દ્રવ્ય છે કે પર્યાય છે ? એ પ્રકારની જિજ્ઞાસામાં જે ઉભયનયથી ઉત્તર અપાય છે, એ ઉત્તર ઉપયોગી નથી. માટે એ દૃષ્ટિથી અમે દ્રવ્યસ્તવમાં ઉભયનયનું કથન કરેલ નથી.
અહીં પ્રશ્ન થાય કે તો પછી ઉભય નયથી દ્રવ્યસ્તવમાં ધર્મની સંગતિ પૂર્વમાં ગ્રંથકારે કેમ કરી ? તેથી ગ્રંથકારશ્રી કહે છે –
તત્ત્વચિંતા અધિકારમાં પણ નયયનો નિર્દેશ જ યુક્ત છે; કેમ કે એક નયનો નિર્દેશ કરવામાં આવે તો ન્યૂન નામના નિગ્રહસ્થાનનો પ્રસંગ છે.
આશય એ છે કે વાદી અને પ્રતિવાદી દ્રવ્યસ્તવમાં ધર્મ છે કે નથી ? તેવી તત્ત્વચિંતા કરવા માટે ઉપસ્થિત થયેલા હોય ત્યારે, પ્રતિવાદી દ્રવ્યસ્તવમાં ધર્મ છે, તે સ્થાપન કરવા માટે પ્રયાસ કરે, અને તે વખતે માત્ર એક પર્યાયાસ્તિકનયથી દ્રવ્યસ્તવમાં ધર્મ છે, તેમ સ્થાપન કરે, અને તે પર્યાયાસ્તિકનયના પ્રતિપક્ષરૂપ દ્રવ્યાસ્તિકનયથી દ્રવ્યસ્તવમાં ધર્મ છે, તેમ સ્થાપન કરે નહિ, તો સ્યાદ્વાદથી દ્રવ્યસ્તવમાં ધર્મ સિદ્ધ થાય નહિ, પરંતુ એક નયથી વ્યસ્તવમાં ધર્મ છે તેમ સિદ્ધ થાય. તેથી પ્રતિવાદીએ એક નયથી