________________
૧૪૮૬
પ્રતિમાશતક | શ્લોક: ૫ વળી નિશ્ચયનયો ઋજુસૂત્રાદિ ચાર છે અને શુદ્ધ દ્રવ્યાસ્તિકનય છે, એ રૂપ પાંચે નિશ્ચયનયોને અવલંબીને ધર્મનું લક્ષણ કરવામાં આવે તો “શુદ્ધ આત્મભાવમાં જવાને અનુકૂળ એવો અંતરંગ વ્યાપાર ધર્મ છે અને તે સિવાયની સર્વ ચેષ્ટાઓ અધર્મરૂપ છે. આ પ્રકારનો અર્થ પ્રાપ્ત થાય.
અને બાળજીવોને આ પ્રકારે નિશ્ચયનયથી ધર્મનું સ્વરૂપ બતાવવામાં આવે તો શેમાં પ્રવૃત્તિ કરવી જોઈએ, તેનો કોઈ બોધ થાય નહિ. તેથી ઉપદેશકનાં વચનો દ્વારા અંતરંગ શેમાં ઉદ્યમ કરવો તે બોધ વગરના જીવો આત્મહિત સાધી શકે નહિ, તેથી નિશ્ચયનયથી કરેલું ધર્મનું લક્ષણ નિષ્ફળ જાય.
અને કોઈક જીવો મધ્યમ બુદ્ધિવાળા હોય તો વિચારે કે અંતરંગ રીતે મોહનો પરિણામ ન સ્પર્શે તેવો ઉદ્યમ કરવો એ જ ધર્મ છે. માટે બાહ્ય ઉચિત ધર્મના અનુષ્ઠાનો આચરવાથી કાંઈ વળે નહિ, પરંતુ ધર્મના અર્થીએ અંતરંગભાવોમાં ઉદ્યમ કરવો જોઈએ. આ પ્રકારની વિપરીત મતિ કરીને તેઓ વ્યવહારનયનો અપલાપ કરે, અને શુદ્ધ ધર્મની પ્રાપ્તિના પ્રબળ કારણભૂત એવા ભગવદ્ભક્તિ આદિ ઉત્તમ અનુષ્ઠાનોનો ત્યાગ કરીને માત્ર રાગાદિથી પર આત્મભાવમાં જવા માટે યત્ન કરે; પરંતુ રાગાદિથી પર આત્મભાવમાં જવા માટેનાં આલંબનભૂત એવાં ભગવદ્ભક્તિ આદિ અનુષ્ઠાનો વગર તેઓ આત્મકલ્યાણ સાધી શકતા નથી. માટે આદિમાં વ્યવહારનયથી ધર્મનું લક્ષણ કહેવું જોઈએ; અને તેની પુષ્ટિ કરવા માટે ગ્રંથકારશ્રી કહે છે - આથી જ મૂઢનયવાળું કાલિકશ્રુત છે ઇત્યાદિ કહેવાયું છે અર્થાત્ કાલિકકૃતમાં જ્યારથી ચરણકરણાનુયોગ આદિ ચાર ભેદોનું કથન કરાય છે, ત્યારથી નયોને ઉતારવાનો નિષેધ કર્યો છે, કેમ કે બાળ અને મધ્યમ જીવોને સર્વ નયોથી શ્રુતના ભાવો બતાવવા માટે યત્ન કરવામાં આવે તો તેમનું હિત થાય નહિ, પરંતુ ચરણકરણાનુયોગ આદિ રૂપે કાલિકશ્રુતનો વિભાગ કરીને બતાવવામાં આવે તો બાળ અને મધ્યમ જીવોને શાસ્ત્રના કયા વચનથી ચરણકરણાનુયોગમાં યત્ન કરવો જોઈએ અને શાસ્ત્રના કયા વચનોથી ગણિતાનુયોગ આદિમાં યત્ન કરીને આત્માને ભાવિત કરવો જોઈએ, તેવું જ્ઞાન થવાથી તે જીવો હિત સાધી શકે છે. તેમ વ્યવહારનયથી આદિમાં ધર્મનું લક્ષણ કહેવામાં આવે તો બાળ અને મધ્યમ જીવો તે વ્યવહારનયના ધર્મના લક્ષણને ગ્રહણ કરીને મોહનું ઉન્મેલન થાય, તેવી ધર્મની ઉચિત પ્રવૃત્તિમાં યત્ન કરે છે. તેથી તેઓનું હિત થાય છે; અને જેમ કાલિકકૃતમાં પૂર્વમાં નવો ફલાવવામાં આવતા હતા, તેમ વર્તમાનમાં નયો ફલાવવામાં આવે તો શ્રોતાને બોધ થાય નહિ, તેથી હિતની પ્રાપ્તિ થાય નહિ. તેમ નિશ્ચયનયથી ધર્મનું લક્ષણ કરવામાં આવે તો બાળ અને મધ્યમ શ્રોતાઓને હિતની પ્રાપ્તિ થાય નહિ. માટે આદિમાં વ્યવહારનયથી ધર્મનું લક્ષણ કરવું ઉચિત છે.
વળી સર્વ આશંકાના નિરાકરણ માટે નયદ્રયથી ધર્મનું લક્ષણ કરવું વાધ્ય છે અર્થાત્ કોઈકને ધર્મના સ્વરૂપવિષયક સર્વ આશંકાઓનું નિરાકરણ કરવું આવશ્યક જણાય ત્યારે બંને નયોથી લક્ષણ કરવું જોઈએ.
જેમ – ‘પ્રમાદયોગથી પ્રાણપરોપણ હિંસા છે એ પ્રમાણે તત્ત્વાર્થ સૂત્ર-૭-૮માં હિંસાનું લક્ષણ કરેલ છે. તેથી પ્રમાદયોગ એ કથન દ્વારા નિશ્ચયનયથી ધર્મના લક્ષણની પ્રાપ્તિ થઈ, અને પ્રાણવ્યપરોપણ હિંસા એ કથનથી વ્યવહારનયથી ધર્મના લક્ષણની પ્રાપ્તિ થઈ.