________________
પ્રતિમાશતક | શ્લોક : ૯૯
૧૫૧૯
અતુલ માહામ્યવાળું, દેવો અને સિદ્ધયોગીઓથી વંઘ, વરેણ્ય શબ્દથી અભિધેય અહંદુ, શંભુ, બુદ્ધ વગેરે શ્રેષ્ઠ શબ્દોથી અભિધેય, એવું જિનેન્દ્રરૂપ ધ્યેય છે, એમ ષોડશક-૧૫-૧ સાથે સંબંધ છે."
રૂતિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. ભાવાર્થ
પ્રસ્તુત શ્લોકના પ્રથમ પાદનું ટીકામાં સ્પષ્ટીકરણ કરીને ગ્રંથકારશ્રીએ બતાવ્યું કે ભગવાનની કર્મકાય અવસ્થાનું સ્વરૂપ પ્રતિમામાં જોયા પછી અન્ય દેવોની પ્રતિમામાં દેવપણાની બુદ્ધિ થતી નથી. કેમ થતી નથી ? તે યુક્તિથી સ્થાપન કર્યા પછી હવે ભગવાનનું ઉત્કૃષ્ટ રૂપ છે, તેનું દર્શન કર્યા પછી જગતનાં કોઈ રૂપો પ્રત્યેનું આકર્ષણ રહેતું નથી, તે બતાવવા અર્થે શ્લોકના બીજા પાદમાં ગ્રંથકારશ્રી કહે છે –
ભગવાનના બિંબનું આલંબન લઈને ધ્યાન કર્યા પછી ભગવાનનું લોકોત્તર રૂપ ચક્ષુ સામે ઉપસ્થિત થવાથી સંસારી જીવોનાં રૂપમાત્ર જોવા જેવાં જણાતાં નથી; કેમ કે ભગવાનના રૂપથી તે સર્વ રૂપો નિકૃષ્ટ છે.
અહીં પ્રશ્ન થાય કે ભગવાનનું તેવું ઉત્કૃષ્ટ રૂપ તો વર્તમાનમાં ચક્ષુથી દેખાતું નથી, તેથી તેમના રૂપનું ધ્યાન કર્યા પછી અન્ય રૂપ પ્રત્યે કેમ આકર્ષણ થતું નથી ? તેથી બીજો હેતુ કહે છે –
ભગવાનનું રૂપ સર્વોત્કૃષ્ટપણાથી જ ધ્યેય છે, તેથી તે સ્વરૂપે જે બુદ્ધિમાન પુરુષો ભગવાનને ઉપસ્થિત કરીને તેમના ધ્યાનમાં તન્મય થાય છે, તેથી તેમની સામે અન્ય રૂપો અસાર જણાય છે. માટે અન્ય રૂપો પ્રત્યેનું આકર્ષણ નષ્ટ થાય છે.
વળી ભગવાનનું જે સર્વોત્કૃષ્ટ રૂપ છે, તે પણ ધ્યાન દ્વારા તત્ત્વકાય અવસ્થામાં જવાનું કારણ છે, પરંતુ મોહધારાની વૃદ્ધિનું કારણ નથી. તેથી તેવા સ્વરૂપનું ધ્યાન કર્યા પછી સંસારી જીવોનાં તુચ્છ સામાન્ય રૂપો પ્રત્યે વિવેકીને કેવી રીતે આકર્ષણ થાય ? અર્થાત્ આકર્ષણ થતું નથી.
ભગવાનની કર્મકાય અવસ્થામાં વર્તતા ભગવાનના ઉત્કૃષ્ટ રૂપનું ધ્યાન કેવી રીતે કરવાનું છે ? તે ષોડશક-૧૫, શ્લોક-૧માં તેમજ ૨-૩-૪માં બતાવેલ છે. તેનો ભાવ આ પ્રમાણે છે –
ભગવાન સર્વ જગતના હિતને કરનારા છે, * અનુપમ રૂપવાળા છે, *ચોત્રીસ અતિશયના સમૂહવાળા છે, * આમર્ષોષધિ આદિ ઋદ્ધિઓથી સંયુક્ત છે, * સભામાં બેસીને જગતના જીવોને દેશના આપે છે.
આવા સ્વરૂપે પરમાત્માનું કર્મકાય અવસ્થારૂપે ધ્યાન કરવાનું છે, અને તેમાં તન્મયતા આવ્યા પછી ભગવાનની તત્ત્વકાય અવસ્થાથી ભગવાન ધ્યેય સ્વરૂપ છે તેનું ધ્યાન કરવાનું છે. અર્થાત્ ભગવાનનું