________________
પ્રતિમાશતક | શ્લોક : ૧૦૧
*****
व्याबाधा . મેનનામાવાત્, વ્યાબાધાના ક્ષયથી થયેલા સુખલવોનું=સુખના અંશોનું, અહીં=સિદ્ધના સુખની ગણના કરવામાં, મેલનનો અભાવ છે.
૧૫૩૪
કલ્પનાથી સિદ્ધસુખના અંશોનું મેલન ક૨ીને અનંત છે તેમ કહ્યા પછી સિદ્ધઅવસ્થાના અનંતકાળના સમયો દ્વારા ગુણવા માટે દરેક સમયનું સુખ જુદું છે તે કહી શકાય નહીં. તે બતાવવા હેતુ કહે છે અશજ્યત્વાત્, વાસ્તવિક એવા નિરતિશય સિદ્ધસુખનું કાળથી ભેદ કરવા માટે
વાસ્તવય .....
નહિં....
..... મિદ્યતે । જે કારણથી ધનિકની ન્યાસીકૃત ધનકોટિની સત્તા કાળના ભેદથી ભેદાતી નથી.
અશક્યપણું છે.
ભાવાર્થ :
ગ્રંથકારશ્રી ભગવાનને પ્રાર્થના કરે છે કે તમારી મૂર્તિના દર્શનથી મને તમારા જે સ્વરૂપનો બોધ થયો છે, તે સ્વરૂપ અનેક પ્રકારે જ્ઞેયાકારરૂપે મારા હૃદયમાં પરિણમન પામો. આમ કહીને ગ્રંથકારશ્રીએ એ પ્રાર્થના કરી કે ભગવાનની કર્મકાય અવસ્થા અને ભગવાનની તત્ત્વકાય અવસ્થા પોતાના ચિત્તમાં સદા શેયાકારરૂપે ઉપસ્થિત રહો, જેથી ભગવાનના સ્વરૂપ સિવાય અન્ય કોઈ વસ્તુ પોતાના હૃદયમાં ઉપસ્થિત થાય નહિ.
ભગવાનનું આવું સ્વરૂપ પોતાના હૃદયમાં ક્યાં સુધી ઉપસ્થિત રહે ? તે સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી કહે
છે –
જ્યાં સુધી સર્વ કર્મના નાશથી થનારું રૂપરહિત એવું ઉત્તમ પદ, પરમાત્માના સ્વરૂપની ઉપસ્થિતિના ફળભૂત પોતાને પ્રાપ્ત થાય નહિ, ત્યાં સુધી ઉપસ્થિત રહો. આમ કહીને પોતાને મોક્ષપ્રાપ્તિ સુધી ભગવાનનું સ્વરૂપ હૈયામાં વર્તે તેવી ગ્રંથકારશ્રીએ પ્રાર્થના કરેલ છે.
વળી અથવા થી બીજો વિકલ્પ કરતાં કહે છે
જ્યાં સુધી અપ્રતિપાતી ધ્યાન આવિર્ભાવ પામે નહિ, ત્યાં સુધી તમારું સ્વરૂપ મારા હૈયામાં વર્તો. આ બીજો વિકલ્પ સિદ્ધાવસ્થાની પ્રાપ્તિના સાધનભૂત છે.
આનાથી એ પ્રાપ્ત થાય છે કે જ્યાં સુધી ગ્રંથકારશ્રીને ક્ષપકશ્રેણીકાળભાવિ અપ્રતિપાતી એવું શુક્લધ્યાન પ્રગટે નહિ, ત્યાં સુધી ભગવાનનું સ્વરૂપ ચિત્તમાં સદા ઉપસ્થિત રહે, આ પ્રમાણે પ્રાર્થના કરીને સંસારના શીઘ્ર અંતના કારણભૂત એવા શુક્લધ્યાનની પ્રાપ્તિનું બીજ ભગવાનની પ્રતિમાનું દર્શન છે, અને તે દર્શનથી પોતાને શુક્લધ્યાનની પ્રાપ્તિ થાઓ, એ પ્રકારની પ્રાર્થનાગર્ભસ્તુતિ ભગવાન પાસે કરેલ છે.
વળી ભગવાનને પ્રાર્થના કરતાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે અરૂપી એવું ઉત્તમ પદ મને મળે નહિ ત્યાં સુધી તમારું રૂપ મારા હૈયામાં અનેક રૂપે પરિણમન પામો. તેથી અરૂપી એવું ઉત્તમ પદ કેવું છે ? તેની સ્તુતિ કરતાં ગ્રંથકારશ્રી કહે છે
-