________________
૧૫૩૮
પ્રતિમાશતક | શ્લોકઃ ૧૦૧ અને ખરેખર પ્રકૃષ્ટ સુખ પણ તેવા પ્રકારનું ક્ષયોપશમભાવવાળું નથી. અહીં પ્રશ્ન થાય કે પ્રકૃષ્ટ સુખ ક્ષયોપશમભાવવાળું કેમ નથી ? તે હવે દૃષ્ટાંતથી બતાવે છે – ઘણા વિષના કણિયાથી યુક્ત એવું અમૃત પણ માત્ર અમૃત નથી".
૦ પ્રતિમાશતક મુદ્રિત પ્રતમાં વિવિસનવસંગુત્તે પાઠ છે, ત્યાં સિદ્ધસુખવિંશિકા-૨૦-૧૦માં વહુવિત્રવવિદ્ધ પાઠ છે, તે સંગત જણાય છે. તેથી તે મુજબ અમે અર્થ કરેલ છે.
સિદ્ધસુખવિંશિકા-૨૦-૬માં બતાવ્યું કે સિદ્ધના સુખનો રાશિ સર્વકાળથી ગણવામાં આવે અને ત્યારપછી તેના અનંત વર્ગમૂળ કાઢવામાં આવે તોપણ સર્વ આકાશમાં સમાય નહીં, એટલા સિદ્ધના સુખના અંશો છે. ત્યારપછી ગાથા-૮ અને ૯મી ગાથાના પૂર્વાર્ધમાં બતાવ્યું કે સિદ્ધનું સુખ, સુખાશોના સમુદાયરૂપ નથી, પરંતુ નિરતિશય એકરૂપ છે. આ બંને ગાથાનાં કથનો સ્થૂલદષ્ટિથી પરસ્પર વિરોધી દેખાય, પરંતુ તેનો વિરોધ નથી, તે બતાવવા માટે સિદ્ધસુખવિંશિકા-૨૦-૧૧માં કહે છે –
“સળી .... તદૃસત્યં તુ” | અહીંયા=સિદ્ધના સુખના વિષયમાં, સર્વકાળ વડે ગુણવું અને અનંતવર્ગભાજન અનંત વર્ગમૂળ કરવું, સર્વ આકાશમાં નહિ માવું જે સિદ્ધસુખવિશિકા-૨૦-૬નું કથન છે, તે અનંત એવા તેના=મોક્ષસુખના, દર્શન માટે કહેવાયું છે."
પ્રતિમાશતક મુદ્રિત પુસ્તકમાં સદંત્યે તુ પાઠ છે, ત્યાં સિદ્ધસુખવિંશિકા ગાથા-૧૧માં તદૃસત્યે તુ પાઠ છે અને તે પાઠ સંગત જણાય છે. તેથી તે મુજબ અમે અર્થ કરેલ છે.
સિદ્ધસુખવિશિકા-૨૦, શ્લોક-૧૧માં કહ્યું કે સર્વકાળપિંડનાદિ ત્રણે વાતો સિદ્ધના સુખની અનંતતા બતાવવા માટે ગ્રહણ કરેલ છે. તેથી ત્યાં પ્રશ્ન થાય કે ખરેખર સિદ્ધનું સુખ જે અનંત છે, તે કઈ સંખ્યાનું છે ? તે બતાવવા સિદ્ધસુખવિંશિકા-૨૦, શ્લોક-૧૨માં કહે છે –
તિત્રિ વિ ... સE” “જ્યારે ત્રણે પણ પ્રદેશરાશિવિશેષથી સ્થાપિત એવું એક અનંત થાય, ત્યારે ખરેખર સિદ્ધના સુખની રાશિની જેવી અનંતતા છે, તેવી સમ્યક્ અનંતતા થાય."
૦ પ્રતિમાશતક મુદ્રિત પુ. માં અનંતાનંતયા સર્ષ છે, ત્યાં સિદ્ધસુખવિશિકા ગાથા-૧૨ પ્રમાણે અનંતયા " તયા સમં પાઠ સંગત જણાય છે, અને તે મુજબ અર્થ કરેલ છે.
સિદ્ધસુખવિંશિકા ગાથા-૧૨માં ત્રણ પ્રદેશરાશિથી સિદ્ધનું સુખ બતાવ્યું. ત્યાં તે ત્રણ પ્રદેશ રાશિમાં કાળને ગ્રહણ કરેલ છે, અને તે કાળના ગ્રહણમાં જે જીવો જ્યારે સિદ્ધ થાય ત્યારથી માંડીને ભવિષ્યકાળના સમયોની સંખ્યાથી ગુણવાનું કહ્યું છે. તેથી એ પ્રાપ્ત થાય કે જે જીવો વર્તમાનમાં મોક્ષે ગયા છે, તેમના કરતાં પહેલાં મોક્ષે ગયેલા જીવોને કાળના સમયો અધિક પ્રાપ્ત થશે, તેથી વર્તમાનમાં જે સિદ્ધ થયા છે તેમના કરતાં પૂર્વના સિદ્ધોનું સુખ અધિક થાય. આ રીતે તો દરેક સિદ્ધના જીવોમાં સુખની તરતમતા સિદ્ધ થાય. જો તેમ સ્વીકારીએ તો સર્વ સિદ્ધનું સુખ નિરતિશય એકરૂપ છે, એમ જે ગાથા-૮માં કહેલ તે કથનની સાથે વિરોધ આવે. આમ સર્વ સિદ્ધના જીવોને નિરતિશય એકરૂપ સુખ સ્વીકારીએ તો પરસ્પર તરતમતા નથી એમ પ્રાપ્ત થાય છે, જ્યારે સિદ્ધના સુખના વર્ણનમાં કાળના સમયો વડે ગુણવાથી સિદ્ધના જીવોમાં