Book Title: Pratima Shatak Part 04
Author(s): Yashovijay Upadhyay, Pravin K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
૧પપ૩
પ્રતિમાશતક | ટીકાકાર પ્રશસ્તિ શ્લોકઃ ૯-૧૦ ભાવાર્થ :
ઘણી ભૂમિને ધારણ કરનાર હોવાથી અકબર રાજાને ભૂધર કહેવાય છે અને તેવા અકબર રાજામાં પૂ. હીરસૂરિ મહારાજે દયારૂપી વેલડી આરોપણ કરી. કઈ રીતે આરોપણ કરી, તે બતાવતાં કહે છે – - જ્યારે અકબર રાજાના મહેલમાં પૂ. હીરસૂરિ મહારાજ પધારે છે, ત્યારે જાજમ પાથરેલી હતી. તે વખતે અકબરની વિનંતી હોવા છતાં જાજમ ઉપર ન બેસતાં નીચે બેસે છે. તે વખતે ધર્મથી ઉર્જિત એવી દયાની ક્રિયા વડે ઘણા ફળવાળી દયાની વેલડી અકબર બાદશાહના હૈયામાં સમારોપિત કરી, જે દયાની વેલડી જાણે વિશ્વમાં વ્યાપીને રહેનારી ન હોય, તેવી હતી; કેમ કે અકબર બાદશાહના ફરમાનોથી તે દયાનું પાલન પર્યુષણાદિ પર્વના પ્રસંગોમાં સર્વત્ર થતું હતું. તે સર્વનું મૂળ બીજ પૂ. હીરસૂરિ મહારાજ હતા. તે હીરસૂરિ મહારાજ દાનવિજયજી મહારાજના પટ્ટનેતા હતા અર્થાત્ તેમની પાટે આવેલા હતા. લા શ્લોક :
लुम्पाकैर्दनुजैरिवातिदूरितैर्दूरेनिलीय स्थितं, शम्भोर्दाम्भिकजृम्भदम्भदलने दम्भोलिराज्ञा धृता । पक्षोऽवादि शिलोच्चयैः किल निजः कुत्रापि नो दर्शितः,
सूत्रामाधिकधाम्नि हीरविजये सूरीश्वरे जाग्रति ।।१०।। અન્વયાર્ચ -
સૂત્રમયથાનિ શ્રીરવિનવેસૂરીશ્વરે નીતિ=ઈન્દ્રથી અધિક તેજવાળા પૂ. હીરવિજયસૂરીશ્વરજી મહારાજા જાગૃત હોતે છતે પૂ. હીરવિજયસૂરીશ્વરજી મહારાજા વિધમાન હોતે છતે લખપૃષwલતને દાંભિકના જંભના દંભના દલનમાં દાંભિકના વચનપ્રયોગના દંભના દલામાં મોતિઃ=વજરૂપ
મોઃ ગાજ્ઞા વૃતા=શંભુની આજ્ઞા ધારણ કરાઈ તપગચ્છના સાધુઓ દ્વારા ભગવાનની આજ્ઞા ધારણ કરાઈ. (જેના કારણે) ગુનેઃ રૂવદાનવો જેવા તિવ્રતૈઃ સુપાવૈ =અતિપાપવાળા લંપાકો વડે દૂર નિત્તીર=દૂરમાં છૂપાઈને સ્થિતઋરહેવાયું. વિત્ત ખરેખર શિનો:=પર્વત જેવા તેઓ વડે નિઃ પક્ષ =પોતાનો પક્ષ ગવાહિ કહેવાયો, યુarઉપ=ક્યાંય પણ નો શિતઃ=બતાવાયો નહિ. II૧૦ શ્લોકાર્ચ -
ઈન્દ્રથી અધિક તેજવાળા હીરવિજયસૂરીશ્વરજી મહારાજા વિધમાન હોતે છતે દાંભિકના વચનપ્રયોગના દંભના દલનમાં વજરૂપ (તપગચ્છના સાધુઓ દ્વારા) ભગવાનની આજ્ઞા ધારણ કરાઈ. (જેતા કારણે) દાનવો જેવા અતિ પાપવાળા લંપાકો વડે દૂરમાં છૂપાઈને રહેવાયું. ખરેખર પર્વતતા જેવા તેઓ વડે પોતાનો પક્ષ કહેવાયો (પરંતુ) ક્યાંય પણ બતાવાયો નહિ. II૧૦૫

Page Navigation
1 ... 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432